________________
૩૯૮
રાજહૃદય ભાગ-૧૪ સંક્ષેપમાં કહ્યું છે તેને જો વિશેષપણે વિચારવામાં આવશે તો સમજાશે. ઉત્તમ આત્માર્થ.” તો આત્મહિત કેમ કરવું ? આત્મહિતનું પ્રયોજન કેવી રીતે સાધ્ય કરવું એ સમજાય જશે. સમ્યક પ્રકારે સમજાશે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ” નિમિત્ત, ઉપાદાન અને જ્ઞાનનો વિષય. એક પદની અંદર ત્રણે વાત લઈ લીધી. જ્ઞાન કોને કહેવું? અથવા આત્મજ્ઞાન કે સમ્યજ્ઞાન કોને કહેવું ? કે દેહથી ભિન્ન આત્મા ઉપયોગસ્વરૂપી, જ્ઞાનસ્વરૂપી આત્મા દેહથી અને રાગથી ભિન્ન છે અને તે ત્રણે કાળે અવિનાશી છે. કયારે પણ એ ઉત્પન્ન થતો નથી, ક્યારે પણ એનો નાશ થતો નથી. આવો અવિનાશી આત્મા દેહાદિ અને રાગાદિથી સર્વથા ભિન્ન છે. દેહાદિ છૂટી જાય છે, રાગાદિ પણ વ્યય થાય છે. ઉપયોગસ્વરૂપી આત્મા ઉપયોગવંત એમનેમ રહે છે, એવું શ્રીગુરુના ઉપદેશથી જાણે. એ વચન. કેમકે એવું જાણે છે તોપણ શ્રીગુરુના ઉપદેશથી જાણે છે એમાં ફેર છે. દેશનાલબ્ધિનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે.
આમ તો બધાય જાણે છે કે આયુષ્ય પૂરું થાય છે ત્યારે દેહ અને આત્મા જુદો પડી જાય છે. જુદા છે માટે જુદા પડી જાય છે. પણ એવું જાણવું ખરેખર કાર્યકારી થતું નથી. એવું પરિણમન કયારે થાય? કે જ્યારે શ્રીગુરુનો ઉપદેશ પરિણમે ત્યારે. સદ્ગુરુ ઉપદેશમાં ઘણી વાત લીધી છે..
મુમુક્ષુ -... એ કેવી રીતે ખબર પડે?
પૂજ્ય ભાઈશ્રી:- નહિ. જાણ્યો એટલે એમ તો ખબર પડે ને કે હવે આમાં આત્મા નથી. આ શરીર પડ્યું રહ્યું એટલે એમાં આત્મા નથી. એ તો જાણવા મળે છે. બે જુદા પડી ગયા એ તો જાણવાનું મળે છે. ત્યારે થોડો વૈરાગ્ય પણ કોઈ કોઈ જીવોને આવે છે. પણ એથી કોઈ આત્મહિતનો આત્માર્થ સરતો નથી.
શ્રીગુરુના ઉપદેશમાં તો એ વાત છે કે જે એ રીતે અંતરમાં ભિન્ન પડી ગયા છે અને પોતાના ઉપયોગસ્વરૂપી આત્માની ઉપાસનામાં વર્તે છે. એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એમના પ્રત્યે જેને બહુમાન આવ્યું છે અને ભક્તિ થઈ છે. અને તેના કારણે જેને દર્શનમોહ મંદ પડ્યો છે. એ