________________
૩૭૦.
રાજહૃદય ભાગ-૧૧ ચાલે. એ તો આત્માનો ભોગ દેવા જેવું થઈ જાય. એને અનુસરવા જતાં પોતાના આત્માનો ભોગ દેવા જેવું થઈ જાય.
શું કહે છે ? હવે ફરીને વિચારીએ. “ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહ થઈ. એ બળવાન આગ્રહ શું કરવા થાય ? કે, અમારા જૂથનું અત્યારે બળ પ્રવર્તે છે. એટલી જ એની અંદર ખાલી અભિપ્રાય હોય છે. અમારી જીત છે, અમે હારતા નથી. એમાં શું કરે છે ? દર્શનમોહનીયનો હેતુ થાય ત્યાં સુધી એ વાતને ખેંચવામાં આવે છે. કોઈ એ વિચાર કરતા નથી કે આમાં દર્શનમોહનીય એટલે મિથ્યાદર્શન તીવ્ર થશે કે મિથ્યાદર્શન ઘટશે? આમ વિચારતા મિથ્યાદર્શન ઘટે કે મિથ્યાદર્શન વધે ? છે તો હજી મિથ્યાત્વમાં અને મિથ્યાત્વમાં. પણ વધે એટલે ગૃહીતમાં જાય. બીજું કાંઈ ન થાય. મિથ્યાદર્શન તીવ્ર થાય એટલે ગૃહીત મિથ્યાત્વમાં ચાલ્યા જાય.
એવી પરિસ્થિતિમાં સમાધાન કરવું બહુ વિકટ છે કારણકે જો સમાધાન કરવા જાય તો સત્યનો ભોગ આપવો પડે.આગ્રહ નથી રાખવો ચાલો. તમે જેમ કહો તેમ. આપણે જતું કરો. તોપણ સત્યનો ભોગ આપવો ત્યાં સુધી જતું કરવું ? તો એ રીતે તો જતું કરવામાં કોઈ છેલ્લે છેડો આવતો નથી. પછી તો એ બીજું, ત્રીજું એમનેમ ઉતરતા પગથિયે... ઉતરતા પગથિયે એમની પાછળ ચાલવું જ પડે. ખોટાની પાછળ સાચાને.
મુમુક્ષુ – કુંદકુંદાચાર્યે બે હજાર વર્ષ પહેલા ઢીલ આપી હોત તો અત્યારે આ ન હોત.
પૂજ્ય ભાઈશ્રી :- હા, તો અત્યારે બધું ખલાસ થઈ ગયું હોત. મુમુક્ષુ - “ગુરુદેવે ઢીલ આપી હોત તો? પૂજ્ય ભાઈશ્રી:- હા. ગુરુદેવે પણ ઘણો...
કેમકે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય. જ્યારે અલ્પ કારણ હોય અને તે પણ અજુગતું કારણ હોય, અયોગ્ય વાત હોય, મિથ્યાત્વને દઢ કરે એવું આત્માને નુકસાન થાય એવું કારણ હોય, એમાં જે તીવ્ર આગ્રહ કરે ત્યારે એમ સમજવું કે અવશય એની મતિને આવરણ આવી ગયું છે. મતિને આવરણ આવ્યું હોય તો જ આવું થાય. નહિતર આવું થાય નહિ. સત્યની