________________
૬૦
રાજહૃદય ભાગ-૧૪ પૂજ્ય ભાઈશ્રી -મારા એટલે કેવા? મારે તે મારા. અહીં તો પોતાપણે લાગતા નહોતા. ઠીક!
મુમુક્ષુ - આ મારા... આ મારા...કરે તે...
પૂજ્ય ભાઈશ્રી - મારા આવે. મારવાવાળા મારા. પોતાપણે લાગતા નહોતા. મારા નથી. અહીંયાં એમ લીધું ને ? એટલે કે પોતાપણે લાગતા નહોતા. એમાં મમત્વ નહોતું, પોતાપણું લાગતું નહોતું. આ કુટુંબ મારું છે અને આ સોભાગભાઈનું મારું નથી કે બીજા કોઈને મારું નથી એવું એમને લાગતું નહોતું. બહુ આત્મભાવના ભાવી છે. લખ્યું છે તો લખ્યું છે પણ પોતે પણ પોતાની આત્મભાવનાને સારી રીતે ભાવી છે.
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું....” કેવળ હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું. અવિનાશી છું એ તો શાશ્વતપણે લેવું છે. સદાય હું, ત્રણે કાળે હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવો આત્મા છું. હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા છું એમ કહો, શુદ્ધનય કહેતા માત્ર ચૈતન્યસ્વરૂપ આત્મા છું એમ કહો. કેમકે માત્રની અંદર એમ કહીને કોઈ અશુદ્ધતા નથી, રાગાદિ નથી, દેહાદિ નથી. અથવા માત્ર હું જ્ઞાનસ્વરૂપ છું એમ કહો. જ્ઞાનમાત્ર હું છું એમ કહો. એ બધો એક આત્મભાવનાનો વિષય છે. અને એવી ભાવના ભાવતા ભાવતા રાગદ્વેષનો નાશ થઈ જાય છે. રાગ-દ્વેષનો ક્ષય અવશ્ય થાય છે.
આ જે આત્મભાવના છે એ આખા પત્રની અંદર બહુ મહત્વનો વિષય નિશ્ચયના સાધનનો છે અને વ્યવહારમાં સપુરુષને ઓળખવા અને એનો આશ્રય કરવો. એ એના આગલા પદની વાત છે. એક પત્રની અંદર નિશ્ચય અને વ્યવહાર બે વાત લઈ લીધી છે. જીવને આત્મકલ્યાણનું બેય સાધનબહારમાં અને અંતરમાં કેવી રીતે ઉપલબ્ધ છે, આ કરી દીધું એમણે. એક પત્રના સંક્ષેપમાં કેટલી વાત મૂકી દીધી!
“અંબાલાલભાઈનું સદ્ભાગ્ય છે કે આ પત્ર એમને આ વખતે મળ્યો છે. જો કે ઘણી ભાવનાવાળા જીવ હતા. પણ એના આત્મામાં આ પત્ર વાંચતા એ ભાવના કેટલી દૃઢ થઈ હશે એનો આંક મૂકવો મુશ્કેલ છે. જેને ઓળખાણ હોય, એણે આશ્રય કર્યો હોય અને જેને એ વાત પાછી પ્રત્યક્ષ મળે ત્યારે એતો એકદમ આત્મ ભાવના તીવ્ર થાય છે. એટલે એ આત્મહિતાર્થે એ વાત એમણે... (સમય થયો છે).