________________
૨૧૩
પત્રાંક-૭૦૩
કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો.” એવા મનુષ્યને પણ, એવા હળુકર્મી જીવને પણ ગૃહસ્થાશ્રમની અંદર દાખલ કરવાનો ઉપદેશ કરવો “અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા” કે ભાઈ ! તમારે પહેલા બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ ફરજિયાત છે. એમ અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી.”
કેમકે મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે.' એમણે શું તુલના કરી ? મનુષ્યપણું તો મર્યાદિત અપેક્ષાએ મોક્ષનું સાધન છે. જ્યારે ત્યાગવૈરાગ્યનું મોક્ષસાધનપણું એથી વધારે છે. તો તમે
ક્યાં વજન આપ્યું ? જે મોક્ષનું મોટું કારણ છે એને ગૌણ કરો છો અને નાનું કારણ છે અને મુખ્ય કરો છો. ત્યાગવૈરાગ્ય અને મનુષ્યપણું-એમાં મોક્ષના સાધનમાં કોને વધારે સાનુકૂળપણું છે ? ત્યાગવૈરાગ્યને. એને તમે ગૌણ કરી અને મનુષ્યપણું મુખ્ય કરો છો ? આ તમારી ન્યાયની પદ્ધતિ પણ વિપરીત છે એમ કહે છે. ન્યાયદૃષ્ટિએ પણ તમે ભૂલ કરો છો એમ કહે છે. જુઓ ! આમાંથી કેવો ન્યાય કાઢ્યો !
મુમુક્ષુ –...
પૂજ્ય ભાઈશ્રી – કેટલા Cross આપશે એ હું તમને કહું. આ પત્ર બહુ લાંબો છે અને એટલા બધા એમણે Cross argument કર્યા છે કે આપણને એમની બુદ્ધિમતા માટે પણ એમ થાય કે આટલી ઉંમરમાં એમની બુદ્ધિ કેટલી વિશાળ છે!
કહે છે ? “મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય....” પાછો ત્યાગવૈરાગ્ય કેવો? યથાર્થ, હોં! એ શબ્દ લગાડ્યો પાછો. એમનેમ લઈ લીધેલો નહિ. યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે,” એ તો મોક્ષનું મૂળ સાધન છે, જો યથાર્થપણે ત્યાગવૈરાગ્ય કરે તો. “અને તેવા કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું ઠરતું...” નથી. એટલે કે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તો એને તો મોક્ષનું સાધનપણું પણ ત્યાં ઠરતું નથી. એ તો