________________
૧૯૮
રાજહૃદય ભાગ-૧૪
કરવાને યોગ્ય નથી, એવા કોઈ મંદ કે મોહવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી.
પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગનો પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જિનસિદ્ધાંત નથી. માત્ર મોક્ષસાધનનો પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જતો કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે.
ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દૃષ્ટિથી યોગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે ? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાનીપુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજાં મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે; ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને.
એ આદિ ઘણા કારણોથી પરમાર્થષ્ટિથી જે બોધ્યું છે તે જ યોગ્ય જોવામાં આવે છે. ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે, તોપણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત્ કરીને લખ્યું છે.