________________
પત્રાંક-૭૦૧
૧૫૭
મુમુક્ષુ :- - ‘શ્રીમદ્જી’ના...
?
પૂજ્ય ભાઈશ્રી :– એને પણ અનેકપણું ગણો. કેમકે એનું નિમિત્તપણું જે ક્ષેત્રે ગતિ થાય છે તે ક્ષેત્ર છે. અને કાલાણુમાં પણ એમ જ છે કે તે ક્ષેત્રના કાળાણુ નિમિત્ત થાય છે. બીજા નિમિત્ત નથી થતા. તો આને અખંડ દ્રવ્ય ગણો અને ઓલાને બધાને છુટા છુટા ગણવા એવું શા માટે ? છે બેય અરૂપી. કેવળજ્ઞાનનો વિષય છે. છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી. અને કેવળજ્ઞાન અનુસાર આનું નિરૂપણ એક અખંડ દ્રવ્યપણે છે. આના છુટા છુટા અણુપણે છે. તો જ્યારે નિમિત્તનૈમિત્તિક સંબંધનું વિચારીએ છીએ ત્યારે એ વાત બરાબર બેસતી નથી એમ પ્રકારનું કહેવું છે.
'
એ પ્રશ્નનું સમાધાન :- જેમ ધર્માસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી.... વ્યવહારકાળના અથવા જીવોના પર્યાયો પણ એક સમયે બધા વિદ્યમાન હોતા નથી. અને વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી....' વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું જુદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વનો સંભવ થાય.' એટલે અહીંયાં કાળાણુ ન લીધા પાછા. અહીંયાં પર્યાય લીધી.
અમુક પ્રદેશે ધર્માસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઈ તેના અસ્તિકાયપણાનો ભંગ થતો નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય,..' એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય અને સમુહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય. એટલે કે તો તે અસ્તિકાય કહેવાય નહિ.
જેમકે પરમાણુ એકપ્રદેશાત્મક છે, તોપણ તેમાં બીજા પરમાણુઓ મળી તેમાં સમૂહાત્મકપણું પામે છે. માટે તે “અસ્તિકાય’ પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પર્યાયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કંઈ અનંતપર્યાયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ વર્તમાન એક પર્યાયરૂપ છે. એક પર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી,