________________
પત્રાંક-૬૯૯
૧૪૩ પત્રાંક-૬૯૯. “પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે - જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ.” અતિ એટલે હોવાપણું અને કાય એટલે પ્રદેશોના સમૂહરૂપ કાયા. કાયાને ટૂંકું કરીને કાય કહ્યું. એમ નથી કહેતા કે આ માણસ પાંચ ફૂટ લાંબો છે. આ સાડા પાંચ ફૂટ લાંબો છે તો એની કાયાનું માપ છે. ત્યાં એનું ક્ષેત્રફળ બતાવવું છે. એમ આ પાંચ પદાર્થોને ક્ષેત્રફળ છે. લાંબુ ક્ષેત્રફળ છે, લાંબુચોડું ક્ષેત્રફળ છે, એમ કહેવું છે.
“અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને “પ્રદેશ’ એવી સંજ્ઞા છે. આ માપ લીધું. કે પ્રદેશ કોને કહેવો ? એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને, ક્ષેત્રફળમાં એક પરમાણુના ગજથી માપવામાં આવે તો, Unit થી માપવામાં આવે તો, ભલે અમૂર્ત વસ્તુ હોય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ. એ ત્રણે લઈ લેવા, એના અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ એવી સંજ્ઞા એટલે નામ આપ્યું છે.
“અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય' કહેવાય. જેને અનેક પ્રદેશથી માપી શકાય એવું જેનું લાંબુચોડું ક્ષેત્ર હોય તેને અસ્તિકાય કહેવામાં આવે છે. અસ્તિકાય બે શબ્દ છે. અસ્તિ અને કાય. અસ્તિ એટલે હયાતી, મોજૂદગી ધરાવે છે અને કાય એટલે એનું વિશાળ ક્ષેત્ર છે એ રીતે એ હયાતી ધરાવે છે. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. કોઈપણ જીવ. ક્ષેત્રમાં નાનામાં નાનો જીવ હોય તો, એક કંથવો કે જે બહુ બારીક છે તોપણ તેનું માપ અસંખ્યપ્રદેશ પ્રમાણ છે. એમ નથી કે એના પ્રદેશો ઓછા છે. અને હાથી કે જેને પ્રદેશો ઘણા છે. મોટા શરીરવાળા જીવને પ્રદેશ ઝાઝાં છે, નાના શરીરવાળા જીવને પ્રદેશ ઓછા છે એવું નથી. બધાયને એકસરખા અસંખ્યાત પ્રદેશ છે. લોક પ્રમાણ અસંખ્યાતપ્રદેશ છે. પણ સંકોચ વિસ્તારને લઈને એનું ક્ષેત્ર નાનું મોટું જોવામાં આવે છે.
પુગલ પરમાણુ જો કે એકપ્રદેશાત્મક છે....... હવે પુગલ પરમાણુની ચર્ચા કરે છે કે એ એક પ્રદેશવાળું છે. પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે.” ભેગા મળી