________________
૪૧૬
રાજહૃદય ભાગ-૧૪ કોઈ સત્સંગ નહિ મળે. નિવૃત્તિ મળશે પણ સત્સંગ નહિ મળે. તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય.” અને એ સત્સંગના અભાવમાં જે તમને મુંઝવતા પ્રશ્નો છે. જેનું સમાધાન તમારે જોઈએ એનું નિરાકરણ નહિ મળે. જુઓ ! આમાં ફેર છે. નિવૃત્તિ અને સત્સંગમાં ફેર શું? ઘણા શું કરે છે)? સત્સંગ છોડીને સમજ્યા વગર નિવૃત્તિ લઈ લે છે. આપણે કોઈની સાથે પરિચય નથી રાખવો. વયા જાવ એકાંતની અંદર. સમાધાન કયાંથી થાશે તને ? એટલે એકલી નિવૃત્તિ નહિ પણ મુમુક્ષુની ભૂમિકામાં સત્સંગ હોવો જોઈએ. તો આત્મનિરાકરણ થાય અને તે “ન થાય તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે. એ તમને નુકસાન છે, એમ કહે છે. ત્યાં ‘નાતાલની અંદર સત્સંગ નથી અને તેથી તમને આત્મનિરાકરણ થાય તેવું નથી. એટલે એ બાબતમાં તમને નુકસાન થાય છે એમ મને તો લાગે છે. એમ કરીને એને હિન્દુસ્તાનની અંદર સત્સંગ મળે એવા કોઈ ક્ષેત્રની અંદર નિવાસ કરવાની સલાહ આપે છે.
ગાંધીજીને “શ્રીમદ્જી પ્રત્યે બહુમાન તો અવશ્ય હતું. અને બહુમાન હતું એટલે જ એમણે પત્રવ્યવહાર વગેરે સંપર્ક ચાલુ રાખેલો. તોપણ અધૂરું બહુમાન હોય તો શું નુકસાન થાય? અને પૂરેપૂરું બહુમાન હોય તો શું લાભ થાય ? એ આની ઉપરથી સમજાય એવું છે. આ વિચારવા જેવો વિષય છે. આપણે તો આપણો દાખલો અહીંયાં લઈએ.
ઘણા મુમુક્ષુઓ એવા હોય કે, ભાઈ ! અમે તો ગુરુદેવને માનીએ છીએ, અમે તો ફલાણા જ્ઞાનીને પણ માનીએ છીએ. અમે તો આ જ્ઞાનીને પણ માનીએ છીએ. અમે તો બધું માનીએ છીએ. માને છે, માને છે એમાં ફેર છે. નથી માનતા, વિરુદ્ધતા કરે છે એની તો ચર્ચા કરવી અસ્થાને છે. પણ જે માને છે એમાં શું નુકસાની-લાભ છે ? એ થોડુંક ગાંધીજીના એક પાત્ર ઉપરથી, એક દાખલા ઉપરથી વિચારવા જેવો સિદ્ધાંત છે.
જ્યારે જીવ અધુરું અનુસરણ કરે ત્યારે શું કરે ? કે પોતાને ફાવે એટલું લે અને ન ફાવે એટલું ન લે. અને એને સંતોષ ખોટો આવે કે હું પણ એમને માનું છું, એમને પૂછું છું, એમની સલાહ લઉં છું, એમની સાથે પત્ર વ્યવહાર કરું છું, એમનો સંપર્ક રાખું છું. પણ પોતાને અનુકૂળ પડે એટલું કરે, બાકીનું છોડી દે. પરિણામ એ આવ્યું કે ગાંધીજી રાજકારણ ન છોડી