________________
પત્રક-૭૦૩
૧૯૫
પત્રાંક-૭૦૩
રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૫૨ કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે.
ઘણુ કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન જાણી બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક ભાગમાં ઉપદેશ કર્યો દેખાય છે. જિનોક્ત માર્ગને વિષે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દૃષ્ટિગોચર થાય છે. ચિનોક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે; અર્થાત્ તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિનો સંભવ રહેત તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષસાધનરૂપ ગણ્યું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવો અભિપ્રાય જિનનો કેમ હોય ?? તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે.
લૌકિક દૃષ્ટિ અને અલૌકિક લોકોત્તર) દૃષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દૃષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાયે ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં.
જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહાસ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું