________________
પત્રાંક-૬૮૯
૨૯ સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું...” એ વિચારવાન જીવોને પરમાર્થનો વિષય અંગીકાર કરવો, પારમાર્થિક રસ્તે સંચરવું એ એમને હિતકારી લાગ્યું, એ એમને ડહાપણભરેલું લાગ્યું, વિવેકભરેલું લાગ્યું. જો એમ ન કરે તો તે અવિચારી અને અવિવેક ભરેલું છે એમ એમાંથી લીધું. અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. અને જેટલા કોઈ સંયોગો થોડા હોય કે ઘણા હોય તે એકેય શરણભૂત થાવાના નથી. ઉલટાનું એને વળગવા જતાં જે કર્મ બાંધ્યા એ બધા અધોગતિમાં લઈ જનારા બાંધ્યા એવું એનું અહિતકારીપણું લાગ્યું. કોને વિચારવાન જીવોને.
વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે.” આવો જે વિચારવાન પુરુષોનો નિશ્ચય છે તે સત્ય છે. સત્ય છે એટલું નહિ નિઃસંદેહ સત્ય છે. એમાં કયાંય શંકા પણ કરવા જેવી નથી. શંકાને અવકાશ નથી એની અંદર. નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે.' પાછું અત્યારે આમ અને બીજે કાળે બીજું એવું નથી. એમાં કોઈ બીજી કાળની અપેક્ષા લાગતી નથી.
તેથી મૂછભાવનો ખેદ ત્યાગીને....” હવે પેલા “માણેકચંદ આદિ ભાઈઓને લખે છે કે, “મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે. તેથી અસંગભાવ પ્રત્યયી ખેદ એટલે અહીંયાં વૈરાગ્ય, એ વિચારવાનને કર્તવ્ય છે, મૂછભાવનો ખેદ કર્તવ્ય નથી. જો આ સંસારને વિષે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત...' બધા Point લીધા. એ આવતું જ ન હોત.
અશરણાદિપણું ન હોત.” એટલે એમાં કાંઈ રક્ષણ મેળવી શકાતું હોત. “તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાયે નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવત્યદિઓ તેનો શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત ? તારી પાસે તો કાંઈ નથી, એમ કહે છે. જે “ભરત ચક્રવર્તી આદિ થયા એના પૂણ્ય પાસે તો અત્યારના ગમે તેવા પુણ્યશાળી સાવ નમાલા અને ભિખારી જેવા લાગે. એણે પણ એ વિવેક કર્યો અને અસંગપણું સાધ્યું, પરમાર્થ માર્ગે એ ચાલ્યા ગયા. એમણે પરમાર્થનો માર્ગ અંગીકાર કર્યો. એને કાંઈ ખામી નહોતી. અહીંયાં તો હજી પરિશ્રમ કરીને મેળવવું પડે છે. ઓલાને તો પુણ્યથી બધું ઊભું થાય છે. જોકે અહીંયાં પણ