________________
૨૨૨
રાજહૃદય ભાગ-૧૪ જેવું પરિણામ આવે છે. જે આત્મકલ્યાણની દૃષ્ટિ છે એ દૃષ્ટિકોણ ગૌણ થઈ જાય છે અથવા એની અંદર મોળાશ આવી જાય છે. એનું કારણ એ છે કે પરિણામની અંદર જે વિષયનો રસ છે એ ત્રાજવાના પલ્લામાં વજન મૂકવા બરાબર છે. જેમ ત્રાજવાના પલ્લામાં જે બાજુ વજન વધે એ બાજુનું પલ્લું નમે. એમ જે વિભાવ પરિણામનો રસ વધશે તો એ પલ્લું વધી જશે. તો પારમાર્થિક જે રસ છે એ રસ ઓછો થઈ જશે.
જો આત્મરસ કેળવવો હોય તો પારમાર્થિક વિષયની અંદર રસ લેવો. તો સાંસારિક અને વિભાવરસ ગૌણ થઈ જશે. આ રીતે એકમાં બીજાનો વિરુદ્ધ સ્વભાવ હોવાને લીધે મુમુક્ષુજીવોને અહીંયાં માર્ગદર્શન આપ્યું છે કે તમારે આવા પ્રસંગોથી તમારી પારમાર્થિક દૃષ્ટિ ક્ષોભ પામશે એટલે કે એમાં નુકસાન થશે. એક તો મુમુક્ષતામાં સાધારણ પારમાર્થિક દૃષ્ટિ હોય. કેવી ? સાવ તદ્દન સાધારણ હોય. એમાં પણ પાછા લૌકિક પ્રસંગોને વચમાં વણી લઈને એમાં રસ લેવા મંડે તો પેલી પારમાર્થિકદષ્ટિ છે એને નુકસાન થાય છે. માટે મુમુક્ષુએ એવી ચર્ચાઓમાં ઉતરવું નહિ. એમાં સમય બરબાદ કરવો નહિ. એમાં શક્તિ પણ બગાડવી નહિ. એ પ્રશ્ન અહીંયાં પૂરો કર્યો છે.
મુમુક્ષુ - બહુ સરસ...
પૂજ્ય ભાઈશ્રી – હા બહુ સારી છેલ્લે છેલ્લે પણ એ વાત બહુ સારી કરી છે કે, જ્ઞાનીપુરુષના વચનોને, અલૌકિક આશયથી નીકળેલા. એવા જ્ઞાની પુરુષોના વચનોને અલૌકિક આશયમાં જ રાખવા. એને ક્યાંય લૌકિક આશયનો દૃષ્ટિકોણ લાગુ કરીને એ રીતે એને વિચારવા નહિ. મુમુક્ષુવો આ ભૂલ કરે છે. એ કરવા જેવી નથી એમ કહે છે.
વડના ટેટ કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યા છે, એમ સમજવું યોગ્ય નથી.” કેમકે એમાં ઘણા બીજ હોય છે. અને વનસ્પતિનો વધારો કરવામાં આવે તો લૌકિક રીતે એમ કે વરસાદ આવે, ફલાણું થાય, આમ થાય, તેમ થાય. આ વૃક્ષો વાવવાની ઝુંબેશ ચાલે છે ને ? જિનાગમમાં વડના ટેટાને, પીપળાના પીપાને ન ખાવા (એમ કહ્યું છે), અભક્ષ્ય ગણ્યા છે. તો એ ઝાડનો નાશ થઈ જાય માટે એમ કહ્યું હશે ? એવા તો હજારો બીજ નકામા જતા હોય છે. એટલા