________________
૩૯૨
રાજહૃદય ભાગ-૧૪ હોય, એની મંછા હોય તોપણ આ માર્ગ સમજાશે નહિ. પૂજાદિની કામનાવાળાને આ માર્ગ નહિ સમજાય. પૂજા માટે આ માર્ગની અંદર જાણપણું કરવા જાય અથવા જાણપણું કરી લે અને એ જાણપણું કરીને પૂજાવાની ભાવના કે આશય હોય તોપણ એને આ માર્ગ સમજાવાનો નથી.
મુમુક્ષુ – પહેલી...
પૂજ્ય ભાઈશ્રી :- પહેલી વાત એ છે. કેમકે મનુષ્યપણામાં સૌથી માનની વાત કઠણ છે. માનની વાત મટાડવી એ કઠણ છે. ઘડી ઘડીમાં જીવને માન આડું આવે છે. માન ન સમજાય પણ અપમાન સમજાય જાય છે ને ? અપમાનનો અણગમો એ માનનો ગમો છે. આમ ન સમજાય કે, આપણે ક્યાં ભાન છે એવું? પણ અપમાન કરે ત્યારે ખબર પડે. નિંદા કરે, અપમાન કરે ત્યારે એને એકદમ અણગમો આવી જાય. અર..! આવું કહ્યું ! એ માનની કામનાને બતાવે છે, એ માનની ઇચ્છાને બતાવે છે.
મુમુક્ષ - કોઈક અપમાન કરે ત્યારે અણગમો તો થઈ જ જાય ને?
પૂજ્ય ભાઈશ્રી :- તો પછી માનમાં ગમો થઈ જ જાય ને. પછી માનમાં ગમો નહિ થાય એ કેવી રીતે બનશે ? એ તો એક સિક્કાની બે બાજુ જેવું છે. આમ માન ન સમજાતું હોય એણે અપમાન વિચારી જોવું કે આવું અપમાન કરે તો ? આવું અપમાન કરે તો ? આવી નિંદા કરે તો ? આવો અવર્ણવાદ કરે તો? પોતાના માટે આવું ખરાબ બોલે તો શું થાય? અંદરમાં કેવું લાગે ? જો માનની કામના હોય તો એને અણગમો આવ્યા વિના રહે નહિ. એવું છે.
પૂજાદિની કામના ન હોય, અંદરમાં ભવદુઃખ વહાલું ન કર્યું હોય. એટલે કે ભવદુઃખ મટાડવા માટે તૈયાર થયો હોય. કોઈપણ રીતે હવે પરિભ્રમણથી છૂટવું જ છે. હવે આ આત્માને પરિભ્રમણ ન જોઈએ તે ન જોઈએ. એવી તીખી દશા આવવી જોઈએ. ભવભ્રમણથી છૂટવાની તીખી દશા આવવી જોઈએ. અથવા તો ભવભ્રમણના દુઃખની વેદનામાંથી છૂટવાની દશા આવવી જોઈએ. જેમ વેદનામાંથી માણસને છૂટવાનું મન થાય ને ? કે અરેરે! આ વેદના હવે સહન થાતી નથી. હવે તો આ વેદના મટે તો સારું. વેદનાને મટાડવા તો માણસ આપઘાત કરવા સુધી,