________________
પત્રાંક-૭૧૩
તા. ૨-૬-૧૯૯૧, પત્રાંક – ૭૧૩ થી ૭૧૫ પ્રવચન નં. ૩૩૧
૩૭૫
‘શ્રીમદ્ રાજચંદ્ર’ વચનામૃત, પત્ર-૭૧૩માં છેલ્લો Paragraph. પાનું-૫૨૨. જૈનદર્શનની વર્તમાન સ્થિતિ ઉપર પ્રકાશ પાડ્યો છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પણ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. છેલ્લે એ વાત કરે છે કે અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ” જૈનદર્શનના મૂળમાર્ગની ઉન્નતિ કરવાની ચર્ચા કરે છે. એ પ્રશ્નની ચર્ચા કરે છે કે જૈનધર્મનો મૂળમાર્ગ છે, મૂળધર્મ છે એની ઉન્નતિ કરવી હોય તો તે અવિરત સમ્યગ્દષ્ટિ કરે. બીજાનો તો અધિકાર નથી. એ પહેલા તો કોઈનો અધિકાર નથી. કરી શકે એ પરિસ્થિતિ પણ નથી. પણ કરી શકે તો અવિરત સમ્યગ્દષ્ટિ કરે, દેશવિરત સમ્યગ્દષ્ટિ કરે કે સર્વવિરત ? એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ? આ પ્રશ્ન એણે ઉઠાવ્યો છે.
સામાન્યપણે સર્વવિરતિ એટલે છઠા-સાતમા ગુણસ્થાને સાધુપદમાં બિરાજમાન છે એવી વ્યક્તિ જૈનમાર્ગની વધુમાં વધુ ઉન્નતિ કરી શકે એમ સીધું લાગે એવું છે. કેમકે એમની માર્ગની અંદર પ્રગતિ એમના આત્માને વિશેષ છે. બાહ્યાન્વંતર બધા જ પરિગ્રહનો ત્યાગ અને નિગ્રંથદશા હોવાથી એનો પણ બીજા જીવો ઉપર પ્રભાવ પડે. આત્મશાંતિનો પણ પ્રભાવ પડે, જ્ઞાનવિશેષતાનો પ્રભાવ પડે. એ મુદ્દામાં એ બાબતોનો સરવાળો કરી શકાય. તો બીજી બાજુ સર્વવિરતિ કેટલાક કારણોમાં પ્રતિબંધનને લીધે પ્રવર્તી શકે. તો એમની કેટલીક મર્યાદાઓ એવી છે કે લોકની વચ્ચે એમનો જે નિવાસ છે એ ઘણો મર્યાદિત છે. એટલે લોકોને જે સમાગમ જે પ્રમાણમાં જોઈએ એ પ્રમાણમાં સમાગમ સર્વવરિત ગુણસ્થાને રહેલા સાધુપુરુષ આપી શકતા નથી, આપી શકે નહિ. એમની દશા જ કોઈ એવી છે કે જેને લઈને એ અસંગદશામાં મુખ્યપણે વર્તવા