________________
પત્રાંક-૭૧૩
૩૭૩ એ તો આત્મહિતના હેતુથી આગ્રહ કરતા નથી. કોઈ અવાંતર હેતુથી પક્કડ કરી રહ્યા હોય છે. એ હેતુને પોષણ આપવું કે જુદા પડીને સત્યને વળગીને આત્મહિતના માર્ગે આગળ વધવું ? સંખ્યાનો મોહ છોડીને, સંગઠનનો મોહ છોડીને. એનો નિર્ણય એને કરવો પડે છે. અને એ નિર્ણય બધા સપુરુષોએ એવી રીતે કર્યો છે કે સત્યને વળગી રહેવું. પરિસ્થિતિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર જે થવી હોય તે થશે. આપણે સત્યને વળગી રહેતા આપણા હિતને પણ વળગી શકશે અને બીજાને પણ હિતમાં નિમિત્ત થઈ શકશે. આ સિવાય બીજો સમ્યક અભિપ્રાય એમાં થઈ શકે એવું નથી.
મુમુક્ષુ :--
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે એમાં તો.. એટલે તો શું છે કે પોતાની યોગ્યતા તૈયાર કરવામાં પોતાની જવાબદારી ઉપર ઘણી વાત છે. આ માર્ગ જ કોઈ વિશેષ યોગ્યતામાંથી જ ઊપજે એવું મળે એવું છે. સામાન્ય યોગ્યતામાં તો ભૂલા પડવાની સંભાવના ઘણી છે. અને એટલે જ આ જીવે પણ પરિભ્રમણમાં અનંત કાળ કાઢ્યો છે એનું કારણ પણ આ જ છે કે ઉપર ઉપરથી ચાલે છે, સામાન્ય સમજણથી ચાલે છે. કોઈ વિશેષ યોગ્યતામાં આવીને ઊંડી સમજણથી જીવ ચાલતો નથી. એટલે એને પરિભ્રમણ ઘટવાને બદલે પરિભ્રમણ ચાલુને ચાલુ રહી જાય છે. એ તો એમણે કહ્યું. . બહુ જ જો ઊંડા ઉતરવામાં આવે તો એક અપૂર્વ આત્મહિતનું કારણ છે. આખા સંસારના ફેરા છૂટી જાય એવી વાત છે. ચાર ગતિના જન્મમરણના દુઃખ, મુંઝવણના દુખ, પીડાના દુઃખ, બધી જાતના દુઃખ મટે એને સાદિ અનંત અનંત સમાધિ સુખમાં રહેવાનું થાય. તો પછી એના માટે અધૂરી મહેનત શા માટે અને અધૂરો પરિશ્રમ શા માટે? પૂરેપૂરી મહેનત અને પૂરા પરિશ્રમથી એ માર્ગના મૂળનો પત્તો લઈને, જે મૂળમાર્ગ છે એ મૂળમાર્ગરૂપ સન્માર્ગે ચાલવું જોઈએ. ૨૫૦૦ વર્ષમાં જે જે વિકૃતિ આવી છે એ વિકૃતિને, કોઈ વિકૃતિને ભૂલેચૂકે પણ ન અનુસરી જવાય અથવા કોઈ નવી વિકૃતિ ઉત્પન્ન થઈ હોય તોપણ એમાં પોતાનો ખ્યાલ પડવો જોઈએ કે આ વિકૃતિમાં ન જવાય).