________________
પત્રાંક-૬૯૦
૩૭
વિઘ્નના કારણભૂત એવા સંગ અને પ્રસંગ. એવા સંગ પ્રસંગમાં પાછો જીવ વાસ કરે છે કે એ પરિણામ પાછા એના અખંડપણે જળવાતા નથી. વળી પાછો એવો એ સંગમાં રાચે છે કે ઘણા લાંબા સુધી વૈરાગ્ય ઉપાસેલો હોય તોપણ એક પ્રસંગમાં બધું ધોવાય જાય. વિઘ્નહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી, અને સંસારાભિરુચિ થઈ જાય છે;...' પછી એ સંસારની પાછી એવીને એવી રુચિ (થઈ જાય). રુચિ તો એક ક્ષણમાં પલટો મારી જાય છે. રુચિને પલટતા કોઈ Process કરવો પડતો નથી. રુચિ તરત જ પલટો મારે છે. વૈરાગ્યની રુચિને બદલે રાગની અને રાગના વિષયોની રુચિ જીવને થતાં વાર લાગતી નથી.
મુમુક્ષુ :– એવું છે કે જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ નથી.
=
પૂજ્ય ભાઈશ્રી :– પહેલેથી જ એને વિશ્વાસ નથી. થોડો વૈરાગ્ય આવ્યો છે એ વૈરાગ્ય અખંડપણે જળવાય એવા જો સત્સંગાદિ ઉપાસે તો તો આગળ વધીને સ્વસ્વરૂપ જ્ઞાન પ્રત્યે જાય. પણ એ પહેલા તો બીજા સંગ પ્રસંગમાં પાછો એવો આવે છે કે એની રુચિ પાછી પલટો મારી જાય છે. આત્મકલ્યાણની જે થોડી ઘણી રુચિ થઈ હોય એ વળી પાછી ફરી અને વળી પાછો સંસારના કાર્યોમાં ચકચૂર (થઈ જાય), પાછું વાળીને જોવે નહિ.
સંસારાભિરુચિ થઈ જાય છે; તેવી અખંડ પરિણતિના ઇચ્છાવાન મુમુક્ષુને... એટલે જેને વૈરાગ્ય આદિ અખંડપણે પરિણિત જાળવવી છે એવી જેની ઇચ્છા છે એવા ઇચ્છાવાન મુમુક્ષુને તે માટે નિત્ય સત્યમાગમનો આશ્રય કરવાની પરમ પુરુષે શિક્ષા દીધી છે.' જુઓ ! ફેરવી ફેરવીને ક્યાં વાત લાવે છે ? પરમપુરુષ એટલે જિનેન્દ્ર ૫રમાત્મા. જિનેશ્વરોએ આ શિક્ષા મુમુક્ષુને દીધી છે કે તું તારી પરમાર્થિક વૃત્તિ ટકાવી રાખવા માટે અને સંસારની અભિરુચિમાં ન આવી જાય એટલા માટે નિત્ય સત્સમાગમનો આશ્રય કરજે. સત્સમાગમ ક્યારેય છોડીશ નહિ. એ તો ફેરવી ફેરવીને આવે છે.
એક વિષય છે. ૩૩૨ પાનું છે. ૩૭૫મો પત્ર ‘લલ્લુજી’ ઉ૫૨નો છે. એમાં પાનું ૩૩૨. એમાં બીજો Paragraph. એક મોટી નિશ્ચયની