________________
પત્રાંક-૭૦૩
૨૧૯ પડખાં ચર્ચે છે. “ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે..” મનુષ્યપણું મોક્ષનું મોટું સાધન છે. એટલે મનુષ્યની વૃદ્ધિ અટકે તો મોક્ષનું સાધન પણ અટકે. “એ વિચારવું અ૫ દૃષ્ટિથી યોગ્ય દેખાય...” એ ટૂંકી દૃષ્ટિથી-અલ્પ દૃષ્ટિથી એટલે ટૂંકી દૃષ્ટિથી ભલે યોગ્ય ગણાતું દેખાય. યોગ્ય દેખાય, છે નહિ. ટૂંકી દૃષ્ટિમાં એવું દેખાય પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદષ્ટિથી સિદ્ધ કહેવાય.” કેવો સરસ વિવેક કર્યો છે !
જો વૈરાગ્ય પ્રાપ્ત હોય. તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે” એવો કોઈ અવસર આવે. વૈરાગ્ય પણ અંદર હોય, ત્યાગનો પણ સહેજે યોગ હોય. તો પછી એણે વૈરાગ્ય છોડીને ત્યાગ છોડીને ભોગવિલાસમાં પડવું એ કોઈ વાતે ઉચિત દેખાતું નથી. અને મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે....... જ્યારે એવો ત્યાગવૈરાગ્યનો પ્રસંગ પોતાને સહજમાત્રમાં હોય ત્યારે એણે ખરેખર તો મનુષ્યદેહને સફળ કર્યો છે. તે યોગનો.” એટલે ત્યાગ કરવાના યોગનો “અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો,...” જોઈએ. એમાં પ્રમાદ પણ ન કરવો જોઈએ અને વિલંબ પણ ન કરવો જોઈએ. એવી રીતે એનો લાભ પ્રાપ્ત કરવો એવો જે વિચાર અથવા અભિપ્રાય છે તે પૂર્વાપર અવિરુદ્ધ છે. તેમાં કયાંય આગળપાછળ દોષ આવતો નથી. અને પરમાર્થદષ્ટિથી સિદ્ધ કહેવાય. અથવા આત્મકલ્યાણની દૃષ્ટિથી એ વાત બરાબર સિદ્ધ થાય છે અથવા યોગ્ય ઠરે છે. યોગ્ય ઠરે છે એમ કહેવું છે.
આયુષ્ય સંપૂર્ણ છે. આપણું આયુષ્ય જાણે કે સંપૂર્ણ છે. તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી,...” લેવો અત્યારથી અને સંતતિ થશે જ એવું માન્ય રાખી,...” સ્વીકારી લેવું. અને પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે,...” અમારા પરિણામમાં વાંધો નહિ આવે. “એવું ભવિષ્ય કલ્પીને..” એવી ભવિષ્ય સંબંધીની કલ્પના. આવા આવા વિકલ્પોથી કલ્પના કરીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું...” એટલે