________________
પત્રાંક-૭૦૩
૨૦૫
કાળ સાથે. એક એક ક્ષણ પસાર ન થાય, એક એક ક્ષણ ભોગવવી આકરી પડે ત્યાં ૩૩ સાગર કેવી રીતે કાઢતા હશે ? એક ક્ષણ પણ સંમત ? ન કરી શકાય એવી છે.
શું કહે છે ? ‘લૌકિક દૃષ્ટિ અને અલૌકિક(લોકોત્તર) દૃષ્ટિમાં મોટો ભેદ છે,...’ એક દૃષ્ટિ બીજી દૃષ્ટિથી વિરુદ્ધ છે. લૌકિક દૃષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દૃષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં.' એની મુલવણી એ રીતે ન કરાય, એમ કહે છે. માટે અલૌકિક દૃષ્ટિને લૌકિક દૃષ્ટિના ફળની સાથે...’ મેળવી લેવી એ વિચારધારા બરાબર નથી. યથાર્થ વિચારધારાનો એ વિષય નથી. અયથાર્થ વિચારધારા છે. ભલે મનુષ્યપણાથી મોક્ષ થતો હોય તોપણ એ વિચારધારા યથાર્થ નથી એમ કહેવું છે.
આમાંથી મુદ્દો એ નીકળે છે કે વિચારણાની યથાર્થતા હોવી જરૂરી છે. ભલે અહીંયાં મુદ્દો આટલો મનુષ્યપણાનો લીધો છે. મનુષ્યપણાની વૃદ્ધિ થતી ન અટકે એવું કરવું જોઈએ કે નહિ ? પ્રશ્ન આટલો જ છે. કે મનુષ્યપણું વૃદ્ધિગત થાય એવું કરવું જોઈએ ? તો કહે છે, તમે લૌકિક દૃષ્ટિની વાત અલૌકિકષ્ટિમાં મેળવવા જાવ છો, આ વિચારધારા તમારી બરાબર નથી.
ભલે મોક્ષના બહાને, મોક્ષના કારણે એ વિચારે છે તોપણ એ વિચારધારામાં યથાર્થતા નથી. આ તો એક દૃષ્ટાંત છે. પણ ધર્મની અથવા મોક્ષની અથવા આત્માની કોઈપણ પ્રકારની જે વિચારધારા છે એમાં યથાર્થતા હોવી જરૂરી છે. અયથાર્થતા હોય તો એ મોક્ષમાર્ગની અંદ૨ અયથાર્થતાવાળો જીવ પ્રવેશ પામી શકે નહિ. ભલે એ તત્ત્વજ્ઞાનનો વિષય વેદાંતમાં પણ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મનો ઘણો વિષય છે. પણ વિચારધારા અયથાર્થ છે.
એમ જૈનદર્શનમાં પણ ધર્મની, તત્ત્વની, માર્ગની વિચારણા બે પ્રકારે છે. એક યથાર્થપણે અને એક અયથાર્થપણે. એટલે યથાર્થપણાનો વિષય છે એ જ્યાં સુધી પોતાને સમજવામાં ન આવે અને અયથાર્થપણું શું છે એ સમજવામાં ન આવે ત્યાં સુધી ગમે ત્યાં એ ગડબડ કરી જાય છે, ચક્કરમાં