________________
પત્રાંક-૭૧૬
૪૦૯ તો ત્યાગનો અહંભાવ, નમ્રતા કરે તો નમ્રતાનો અહંભાવ. હવે જાવું ક્યાં ? શ્રીગુરુના ચરણમાં જાય તો કહે, મારો પહેલો નંબર છે, સૌથી આગળ હું છું. ત્યાં મને સૌથી આગળનું સ્થાન મળે છે. બીજા લોકોને પાછળ બેસવાનું મળે છે અને આગળ બેસાડે છે. એનો અહંભાવ. અથવા લોકો એમ જાણે છે કે, ભાઈ મારું ત્યાં સ્થાન ઘણું સારું છે. મારા ઉપર શ્રીગુરુની કૃપા છે એમ બધા જાણે છે. હું શ્રીગુરુનો કૃપાપાત્ર છું એવું મારું સ્થાન છે. એ બધા અહંભાવના પ્રકાર છે. ક્યાંય છેતરાવા જેવું નથી.
“તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર....” ત્રણ વખત શબ્દ લીધા છે. ત્રણ વખત વાત લીધી છે. તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વતયું હોય તો આત્માર્થને બાધ ન થાય.” આવી રીતે બહુ ઊંડે જઈને વિચાર્યું હોય કે ક્યાંય પણ અહંભાવ થાય ત્યાં છેતરાઈ ન જવાય એવી કાળજી રાખી હોય તો આત્માર્થને બાધ ન થાય. નહિતર આત્માર્થ સધાય એવું નથી.
જે કાંઈ વિટંબણા છે એ આત્માર્થીની ભૂમિકાની છે. એકવાર જો જીવ આત્માર્થીની ભૂમિકાની વિટંબણાને ઓળંગી જાય. યથાર્થ પાત્રતામાં આવીને, ઉત્કૃષ્ટ પાત્રતામાં આવીને જો આત્માર્થીની ભૂમિકાથી આગળ નીકળી જાય. એ ભૂમિકામાં ભૂલે નહિ, લપસે નહિ, છેતરાય નહિ, ક્યાંય પણ ગડબડ થાય નહિ, ચૂકે નહિ તો પછી આગળનો રસ્તો સાફ છે. પછી ભૂલવાના Chance ઓછા છે. પણ જે કાંઈ તકલીફ અને વિટંબણા છે એ આત્માર્થીની ભૂમિકાની જ છે. એટલે વિશેષે કરીને મુમુક્ષુની ભૂમિકાનો વિષય વિશેષ વિચારવા જેવો છે, ઊંડાણથી વિચારવા જેવો છે.
મુમુક્ષુ :- અહંભાવ. - પૂજ્ય ભાઈશ્રી :- . અહંભાવ અથવા નમ્રતાનો અહંભાવ. નિરહંતા ભાવનો અહંભાવ એટલે નમ્રતા. અહંભાવને રોકવાથી, જે નિરહંતા થઈ, એનો પાછો અહંભાવ થઈ જાય કે હું તો ક્યાંય અહંપણું કરતો નથી. આપણે તો કયાંય અહંપણું કરવાનું નહિ. એનો અહંભાવ થઈ જાય. એવી છેતરામણી પ્રકૃતિ છે. શાસ્ત્રોમાં કહ્યું છે એ આવે છે. જીવ સર્વસંગપરિત્યાગ કરીને દુકાન, ધંધો, કુટુંબ, પરિવાર, બૈરા, છોકરા છોડીને જંગલમાં જાય. ત્યાં જઈને એને એમ વિચાર આવે કે હું કેટલું બધું