________________
પત્રાંક-૭૧૫
૪૦૧ હર્ત આ બાજુથી Transfer થઈ જાય છે, બીજું કાંઈ નથી થાતું. આગળ પાછળ અક્ષર થઈ જાય છે. તેહ મારગ જિનનો પામિયો રે, કિવા પામ્યો તે નિજસ્વરૂપ, એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે....... એવા મૂળમાર્ગના જ્ઞાનદર્શન-ચારિત્રને પામવા. “અને જવા અનાદિ બંધ.... અને સંસારનું જે કાંઈ બંધન છે એને ટાળવા માટે “ઉપદેશ સદ્દગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ.” એ સદ્ગુરુનો ઉપદેશ ક્યારે પામે ? કે પોતાનો સ્વચ્છંદ છોડે ત્યારે. હું કહું છું તેમ વાત છે એ વાત એણે છોડી દેવી જોઈએ. શ્રીગુરુ કહે છે તે માન્ય કરવું જોઈએ. ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ મુમુક્ષુનો ધર્મ છે. બીજો મુમુક્ષુનો ધર્મ નથી. નહિતર સ્વછંદ થઈ જાય છે. ધર્મ તો નથી પણ એ સ્વછંદ થઈ જાય છે. એ સ્વચ્છેદ ટાળીને અને પ્રમાદ આદિનો પ્રતિબંધ ટાળીને પ્રતિબંધ એટલે ભોગ-ઉપભોગમાં રોકાવું, પ્રમાદમાં રોકાવું, કોઈ બીજી વાતમાં અને બીજી ક્રિયામાં રોકાવું એ બધો પ્રતિબંધ છે. એ બધો પ્રતિબંધ ટાળીને સદ્ગુરુનો ઉપદેશ પામવો. સદ્દગુરુનો ઉપદેશ મળતો હોય તો બધું ગૌણ કરી નાખવું. આ મને નડે છે એ વાત રહેવી જોઈએ નહિ. ગુરુદેવનું વ્યાખ્યાન શરૂ થાય ત્યારે શાક લેવા જાવું કે ન જાવું? ન જાવું?
મુમુક્ષુ – યાદ જ ન આવે.
પૂજ્ય ભાઈશ્રી :- ઘરે કામ આવી જાય. મહેમાન આવ્યા હોય, ટાઈમસર રસોઈ બનાવવાની હોય. એ બધો પ્રતિબંધ ટાળીને સદ્ગુરુનો ઉપદેશ પામવો. એનાથી ઊંચો ઉચ્ચ કોટીનો, એનાથી વિશેષ, એનાથી કિમતી કોઈ બીજો પ્રસંગ નથી. એટલું મૂલ્યાંકન હોવું જોઈએ.
એમ દેવ જિનંદે ભાણિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ,” એમ જિનેશ્વરદેવે પોતાની દિવ્યધ્વનિમાં મોક્ષમાર્ગનું સ્વરૂપ ભાખ્યું છે. ભવ્ય જનોના હિતને કારણે રે...” એમણે તો પૂરું હિત સાધી લીધું. વાણીમાં આવ્યું એ તો ભવ્યોના હિતના કારણથી આવ્યું. અહીંયાં આ કાવ્યમાં “સંક્ષેપે કહ્યું સ્વરૂપ.” એનું સ્વરૂપ બહુ સંક્ષેપમાં આ કાવ્યની અંદર કહ્યું છે. ૭૧૫મો આંક છે એ મૂળમાર્ગને પોતે નિરૂપણ કરતા ગયા છે. મૂળમાર્ગ નિરૂપણ કરતા ગયા છે.