________________
૩૬ ૨
રાજહૃદય ભાગ–૧૪
અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે, તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવા પ્રશ્ર પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું યોગ્ય છે, એમ જણાવ્યું હતું; તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અત્રે વર્તમાન દશા ઘણું કરી વર્તતી નથી, એમ જણાવ્યું હતું. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે.
હવે એક ૭૧૨મો પત્ર છે ધારશીભાઈ કુશળચંદ, મોરબી.” “કાગળ મળ્યો છે. મનુષ્યાદિ પ્રાણીની વૃદ્ધિ સંબંધે તમે જે પ્રશ્ન લખેલ તે પ્રશ્ન જે કારણથી લખાયું હતું, તેવું કારણ તે પ્રશ્ન મળેલ તેવામાં સંભવ્યું હતું. એમ કરીને આગળના જે બે પત્રો આવી ગયા એ “ધારશીભાઈ કુશળચંદના હોવા જોઈએ એમ લાગે છે. એ પત્ર ૭૦૩ અને ૭૦૪. એ ધારશીભાઈ કુશળચંદના પત્રો સંભવિત છે. આમાં નામ નથી લીધું. એ સંભવિત છે.
મુમુક્ષુ- ... પૂજ્ય ભાઈશ્રી:- હા. આમાં મારામાં પાછળથી લખેલું છે. મુમુક્ષુ :-
પૂજ્ય ભાઈશ્રી :- હા. એમ હશે. કારણકે Post card છે. નવી પ્રતમાં લીધેલું છે.
એવા પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી. એટલે આત્માર્થના દૃષ્ટિકોણથી તે અપ્રયોજનભૂત પ્રશ્ન છે. એવા પ્રશ્નથી આત્માર્થ સિદ્ધ થતો નથી, અથવા વૃથા કાળક્ષેપ જેવું થાય છે. નકામો વખત ગુમાવા જેવું થાય છે. તેથી આત્માર્થ પ્રત્યે લક્ષ થવા તમને, તેવાં પ્રશ્ર પ્રત્યે કે તેવા પ્રસંગો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું યોગ્ય છે, એમ જણાવ્યું હતું. એટલે આવા પ્રશ્નોની ચર્ચા તમે છોડી દયો, આની ઉપેક્ષા કરો. કુતૂહલ વૃત્તિથી આવા પ્રશ્નો ઉઠે છે અને એવા પ્રકારની કુતૂહલ વૃત્તિ એ આત્માની રુચિને નુકસાન કરે છે. આત્મરુચિને એ નુકસાન કરનારી કુતૂહલ વૃત્તિ છે. માટે એવા પ્રશ્નો પ્રત્યે તમારે ઉદાસીન રહેવું એમ અમે જણાવ્યું હતું.
તેમ તેવા પ્રશ્નના ઉત્તર લખવા જેવી અન્ને વર્તમાન દશા ઘણું કરી