________________
૧૭૬
રાજહૃદય ભાગ-૧૪ સપુરુષની- આપ્તપુરુષની ભક્તિ આજ્ઞારુચિરૂપ સમકિત કીધું છે એને. આજ્ઞારુચિરૂપ સમકિત કીધું છે. એટલું જ નહિ આત્મસિદ્ધિમાં એને કારણ ગણી પ્રત્યક્ષ' એમ કીધું છે કે આ તો પ્રત્યક્ષ કારણ છે. સપુરુષની ઓળખાણ એ તો સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ છે. એ તો બહુ મોટી વાત છે.
અનંત કાળમાં અનંત વાર સપુરુષ મળ્યા છતાં એકવાર પણ સપુરુષની ખરી ઓળખાણ જીવને થઈ નથી. અરે.! સર્વજ્ઞને ભજ્યા છે પણ સર્વજ્ઞને સમ્યગ્દષ્ટિપણે ઓળખ્યા નથી હજી. સર્વજ્ઞપણે તો ક્યાંથી ઓળખે? એમ કહે છે. ૫૦૪માં આવી ગયું ને ? ૫૦૪ પત્રમાં એ વાત છે. સમવસરણમાં જઈને મણિરત્નના દીવાથી અને કલ્પવૃક્ષના ફૂલથી પુજા-ભક્તિ કરી છે અને મંદિરમાં પણ મોટા મોટા રાગથી ભક્તિ કરી છે.
૪૦૬ પાને પહેલો Paragraph. જુઓ ! કોઈ પ્રગટ કારણને અવલંબી,...” અથવા કોઈ પ્રગટ કારણને વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને એટલે તીર્થંકરાદિને. ચોવીસ થઈ ગયા. માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે. સર્વેશને ઓળખવું તો તારું બુતું નથી. પણ સમ્યગ્દષ્ટિપણે પણ જો એને ઓળખાય તો એનું બહુ મોટું ફળ છે. બહુ મોટું ફળ છે એટલે એનું ફળ નિર્વાણપદ જ છે. કેમકે સમ્યગ્દર્શન થશે અને સમ્યગ્દર્શન થશે એ નિર્વાણને પામશે.
અને તેમ ન હોય તો સર્વશને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે.” એમ વિચારમાં આવે છે એમ નથી કહેતા. એમ અનુભવમાં આવે છે. અમારા અનુભવની આ વાત કરીએ છીએ. એટલે ખરેખર જીવે સર્વજ્ઞને પણ ઓળખ્યા નથી અને પુરુષને પણ ઓળખ્યા નથી.
મુમુક્ષુ – આ જીવ સર્વજ્ઞને ઓળખે તો પુરુષની ઓળખાણ થયા વગર રહે નહિ.
પૂજ્ય ભાઈશ્રી :- રહે જ નહિ. પછી લ્ય છે.
પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ.” ઓલા પરોક્ષનું લીધું. હવે કહે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, વિચારે, અવલંબને સમ્યગ્દષ્ટિસ્વરૂપપણે પણ ન જાયા હોય તો સર્વશપણે નહિ પણ