________________
૧૮૫
પત્રાંક-૭૦૨ સુવિચારદૃષ્ટિ છે.’ હવે જો તમે પરિચયમાં આવ્યા છો તો અમારો હેતુ તમને બાહ્યદૃષ્ટિ છોડાવીને અંતર્મુખ દૃષ્ટિ કરાવવાનો છે. એટલે એવું લક્ષમાં રાખો કે અમારા “વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારદૃષ્ટિ છે.” બીજી કલ્પના કરશો તો અવિચારીપણું થઈ જશે. બીજી કલ્પના જરાપણ કરવા જેવી નથી.
મુમુક્ષુ :- સરસ માર્ગદર્શન આપ્યું ! પૂજ્ય ભાઈશ્રી – કોઈ નસીબદાર જીવ છે ! બહુ ચોખું લખ્યું છે.
લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, જેટલા સંપ્રદાયમાં લોકો આવે અને એ બધા ધર્મ પામી જાય, ન ભૂતો ન ભવિષ્યતિ. તીર્થકરના સમવસરણમાં આવેલા બધા જીવો પણ ધર્મ પામતા નથી તો અત્યારે સંપ્રદાયમાં અને ટોળામાં ભળી જાય માટે એ ભળી ગયેલા જીવો બધા ધર્મ પામી જાય એ વાતમાં કાંઈ માલ નથી. “લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી.’ આમ કરીશ તો લોકો મારી પ્રશંસા કરશે. આમ કરીશ તો લોકો મારી નિંદા કરશે. આમ નહિ કરું તો પ્રશંસા કરશે, આમ નહિ કરું તો નિંદા કરશે. ચારે ભંગ લઈ લેવા. વિધિ અને નિષેધ, નિંદા અને પ્રશંસા. બે ને બે ચાર. બેને ગુણ્યા છે. ચારેય ભંગમાંથી એકેય ભંગમાં રહેવા જેવું નથી. “અથવા સ્તુતિનિદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ...' કરવી અથવા મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી તે વિચારવાનને કર્તવ્ય નથી.”
હૈદ્રાબાદમાં પંચ કલ્યાણક પહેલા વાંચનમાં થોડીક વાત નીકળી હતી. પંચકલ્યાણક પ્રતિષ્ઠા થોડા દિવસોમાં શરૂ થશે. ભગવાનની પ્રતિષ્ઠા થાય. જે પદ્ધતિથી આપણે પ્રતિષ્ઠા થાય છે એની અંદર મોટા ભાગે દાનની ક્રિયાની મુખ્યતા થાય છે. મુમુક્ષુજીવો જેની જેટલી શક્તિ અને યોગ્યતા હોય એ પ્રમાણે સારી રકમનું દાન કરે છે. કેમકે ખરચો પણ સામે મોટો છે. એને અનુલક્ષીને બને એટલું સમર્પણ કરે છે. તો પછી એ દાન દેતી વખતે અથવા સારું દાન દેવાય તો લોકોને એમ થાય કે ભાઈ આણે ઘણા વાપર્યા, આણે સારા વાપર્યા. ભૂલેચૂકે આવો વિકલ્પ થાવો જોઈએ નહિ. થોડી ચર્ચા કરી હતી. ત્યાં જરા અમુક રુચિવાળા માણસો છે. આ વાત