________________
પત્રક-૭૧૭
૪૧૫
એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં,...' અહીંયાં રાજકોટ’માં એના ઉપર દબાણ થાય કે તમારે મહાત્માજી આમ કરવું જોઈએ, મહાત્માજી તમારે આમ કરવું જોઈએ. એટલે એની અંગત જે પ્રવૃત્તિની અંદર વિઘ્ન નાખે અને રાજકારણ અને રાજનીતિના પ્રપંચમાં અનુસરવાનું દબાણ એમના ઉપ૨ આવે એ નાતાલ’માં પ્રસંગ નહોતો.
હવે વાત કરે છે કે પણ જેની સવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય...' એટલે સામાન્ય રીતે જે બહુ પોતાના આત્માને સુધારવાની ઉત્કૃષ્ટપણે ભાવનામાં ન આવ્યા હોય અથવા નિર્બળ હોય,...' અથવા જેના પરિણામો નિર્બળ હોય. અને તેને ઇંગ્લેંડાદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું હોય,...' વિદેશની અંદર સ્વતંત્રપણે રહેવાનું હોય તો અભક્ષ્યાદિ વિષેમાં તે દોષિત થાય એમ લાગે છે.’ કેમકે ત્યાં ખાણીપીણી સચવાય એવું નથી. થાય એમ લાગે છે. જેમ તમને નાતાલક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સવૃત્તિઓ વિશેષતા પામી, તેમ રાજકોટ જેવામાં કઠણ પડે એ યથાર્થ છે;...' કેમકે ત્યાં તમને દબાણ આવે છે. પણ કોઈ સાચ આર્યક્ષેત્રમાં સત્સંગાદિ યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતાં પણ વિશેષતા પામત એમ સંભવે છે.’ આ અમારી સલાહ છે કે ‘નાતાલ’ છોડીને, ‘રાજકોટ' છોડીને કોઈ સારા આર્યક્ષેત્રની અંદર તમે સત્સંગના યોગમાં રહો તો તમારી વૃત્તિઓમાં વૃદ્ધિમાનપણું થાય, સવૃત્તિઓ વર્ધમાન થઈ શકે. એમ મને લાગે છે.
‘તમારી વૃત્તિઓ જોતાં તમને નાતાલ અનાર્યક્ષેત્રરૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી;...' હવે આર્યક્ષેત્રની સલાહ આપી તો ઓલું અનાર્યક્ષેત્ર છે એમ થયું ને ? કે છે તો અનાર્ય ક્ષેત્ર. પણ તમે મક્કમ મનના માણસ છો. ‘ગાંધીજી’ પોતે બહુ દૃઢ મનવાળા માણસ હતા. જેની મક્કમતા કરી એ પછી જલ્દી છોડે નહિ. એટલે તમારી જે સવૃત્તિઓ છે એ અનાર્ય ક્ષેત્રરૂપને કા૨ણે તમને નુકસાન કરે, અસર કરે એટલે તમને નુકસાન કરે એવું ઘણું કરીને મને નથી લાગતું. તમારા માટે એવું નથી લાગતું.
પણ સત્સંગાદિ યોગની ઘણું કરીને પ્રાપ્તિ ન થાય...' ત્યાં તમને
...