________________
પત્રાંક-૬૯૫
૯૯
પરધર્મો ભયાવહ. આવું સૂત્ર છે. ‘ગીતા’માં આ વાત છે. સ્વધર્મે નિધનમ્. નિધન એટલે મૃત્યુ. સ્વધર્મે નિધનમ્ શ્રેયઃ. સ્વધર્મમાં રહેતા મરી જવું પડે તો બહેતર છે. પરધર્મ ભયાવહ. પરધર્મમાં કોઈ દિવસ જાવું નહિ. એટલે અમારી સામે તો આ વાત આવે ને કે જુઓ ! ‘ગીતા’માં આમ કીધું છે. તમે બીજો ધર્મ કયાં લઈ લીધો ? ગીતા' એમ કહે છે કે સ્વધર્મમાં તો મૃત્યુ થાય તો શ્રેય છે, આત્માનું કલ્યાણ છે. ૫૨ધર્મમાં જવાય નહિ. તમે પરધર્મમાં ક્યાં ગયા ? એમ કહે. પણ એ વર્ણાશ્રમની વાત છે. સંપ્રદાયની વાત નથી. ત્યાં તો જૈન સંપ્રદાયનો ઉલ્લેખ જ નથી એ લોકોમાં. ક્યાંય એમણે જૈન સંપ્રદાયની નોંધ નથી લીધી, ઉલ્લેખ નથી કર્યો. એના સિદ્ધાંતોની ચર્ચા નથી કરી. ખોટા છે, સાચા છે કાંઈ નહિ. ઉલ્લેખ જ નથી. એટલે એ લોકો જૈન સંપ્રદાય અને જૈન સિદ્ધાંતોથી બહુ અજાણ છે. કેમકે કયાંય એનું નામ ઉલ્લેખ નથી. વળી કયાંક નામ લે અને ચર્ચાનો વિષય ચડે તો કોઈ ખેંચાઈ જાય. એવું છે આ તો. પરમસત્ય છે. સામે આવે તો બુદ્ધિવાળા માણસને એમ થાય કે વાત તો કાંઈ ધો૨ણસ૨ની વ્યાજબી છે. વિચારવા જેવી છે એમ લાગી જાય. ક્યાંય ઉલ્લેખ જ નથી. ખબર જ ન પડે કે એ શું છે અને શું નથી. ખબર જ ન પડે.
મુમુક્ષુ :– હાથીના પગ નીચે છૂંદાઈ જાવું બહેતર છે પણ જૈન...
=
પૂજ્ય ભાઈશ્રી :– એના કરતા એમ કહે છે કે, હાથી પાછળ દોડ્યો હોય તો કાં તું હાથીના પગ નીચે છૂંદાઈ જજે અને કાં મસ્જીદમાં ઘૂસી જજે પણ દેરાસરમાં ભૂલથી પણ જતો નહિ, એમ કહે. બજાર વચાળે તારી પાછળ હાથી પડી ગયો હોય અને તારે ભાગવું પડે તો કાં છુદાઈ જજે. કાં મસ્જિદ આવે તો એમાં ગરી છે. પણ જૈનનું દેરાસર આવે તો જાતો નહિ. ત્યાં જઈશ તો પાછો તારો પલટો થઈ જશે. એ બધા એવા દૃષ્ટાંતો આવે છે.
‘એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે સ્વધર્મ’ કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ' કહેવાય.’ બીજા વર્ણના એટલે બ્રાહ્મણ હોય એ ક્ષત્રિય કરે કે બ્રાહ્મણ વેપાર કરવા લાગે કે બ્રાહ્મણ સેવા કરવા લાગે અથવા જે ક્ષુદ્ર હોય એ વેપાર કરવા લાગે એવી રીતે. એ પરધર્મ ગણાય.