________________
પત્રાંક-૬૯૪
૯૧
ત્યારે સંભવે. પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?” તો પછી આવા ભેદ શા માટે એમાં કહ્યા છે ? એ આદિપ્રશ્ન અત્રે સંભવે છે, તે ૫૨ અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.’ આના ઉપર હવે થોડો વિચાર કરો કે આ વાત કેટલી સાચી છે. જુઓ ! દિગંબર શાસ્ત્રો પ્રસિદ્ધ નથી. જે એમના સંપર્કમાં આવેલા અનુયાયીઓ છે એમને દિગંબર શાસ્ત્રોનો પરિચય નથી. શ્વેતાંબર શાસ્ત્રોની વાતો ઘણી પ્રચલિત છે. શાસ્ત્રો ભલે ન વાંચ્યા હોય પણ વાતો ઘણી પ્રચલિત છે એ સાધુ એ દ્વારા પ્રચલિત થયેલી છે). એટલે વિચાર કરતા મૂકી દીધા છે. બરાબર નથી એને બરાબર નથી કહેવાની રીત કેવી છે એ વિચારવા જેવું છે અહીંયાં.
મુમુક્ષુ :– આ ખોટું છે એમ ન કીધું.
પૂજ્ય ભાઈશ્રી :– તમારું ખોટું છે એમ નથી કહેતા. આ એક એમની પદ્ધતિ છે કે વિચાર કરતો થાય માણસ. યોગ્ય-અયોગ્યપણું વિચારીને પોતે નિર્ણય કરે. પોતાનો નિર્ણય લાદી ન દે, થાપી ન દે. આ ખોટું છે. તમે ખોટું માની લ્યો અને ખોટું સ્વીકારી લ્યો એમ નહિ. તમે આ વાત ઉપર વિચાર કરો કે આ કેવી રીતે બને ? એમ કરીને તમારા વિચારથી એ વાતને તમે સ્વીકાર કરો. એ પદ્ધતિ છે. પોતે જવાબ તો આપી દે છે. પણ છતાં વિચારમાં મૂકે છે. એ પત્ર થયો ૬૯૪. વાત તો કેવળજ્ઞાનની ઉઠાવીને ચર્ચા કરી છે પણ કેટલું સમજવાનું મળે છે. કે સામાની માન્યતામાં બરાબર નથી અને ફે૨ફા૨ થવો જોઈએ એમ પોતાને લાગે છે. એની માન્યતા ફેરવવી તો કેવી રીતે ફેરવવી. આ એમની પદ્ધતિ છે. એમની બહુ સરસ પદ્ધતિ છે.
મુમુક્ષુ :– દિગંબરના શાસ્ત્રોના પરિચયમાં નહિ આવ્યા હોય છતાં પોતાનો નિર્ણય...
પૂજ્ય ભાઈશ્રી :– હા. પોતે તો પરિચયમાં ઓછા-વત્તા અંશે આવ્યા છે અને પોતાના જ્ઞાનમાં પણ ચોખ્ખું છે પણ સામા જે જીવો છે એ દિગંબર સાહિત્યના પરિચયમાં નથી આવેલા. અને એ માન્યતાથી પણ અજાણ છે. કેવળજ્ઞાનના સ્વરૂપની જે માન્યતા હોવી જોઈએ એનાથી એ અજાણ છે. શ્વેતાંબરમાં જે કેવળજ્ઞાનનું સ્વરૂપ છે એ માન્યતાથી એ પ્રચલિત રૂઢિઅર્થ પ્રમાણે કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણે છે, માને પણ છે કે કેવળજ્ઞાન લોકાલોકને જાણે અને કેવળીને આહાર પણ હોય.