________________
જહૃદય ભાગ-૧૪ કેવળીને આહાર હોય એ શું કરવા સ્થાપે છે એ કાંઈ ખ્યાલ આવે છે ? કે અમે પણ આરાધના કરતા કરતા કેવળી થાશું અને એમ કહેશું કે અમને કેવળજ્ઞાન છે પણ એ વખતે અમે આહાર લેતા હોય તો તમે શંકા કરતા નહિ. કેમકે કેવળીને આહાર હોય છે. એ તો તમને પહેલેથી કીધું છે કેવળીને આહાર હોય છે. એટલે અમને પણ આરાધના કરતા કરતા કેવળજ્ઞાન પ્રગટી જશે. અને ત્યાં તો હાલતા ચાલતા પ્રગટી પણ જાય છે ને ? એ લોકોને તો એવી કથાઓ આવે છે કે ગમે ત્યારે કેવળજ્ઞાન થઈ જાય. આત્માનો વિચાર કરે એમાંથી વિચારે ચડે એમાંથી કેવળજ્ઞાન થઈ જાય. અરે.! ભાઈ ! વિચાર તો વિચાર છે અને નિર્વિકલ્પદશાની શ્રેણી કોઈ બીજી વાત છે આખી. પણ એ તો ખબર જ નથી કે આરાધના હંમેશાં નિર્વિકલ્પ હોય છે. અને એ નિર્વિકલ્પ અને વિકલ્પ તો સામે સામે પ્રતિપક્ષમાં છે. એની મદદથી આગળ વધી જાય એ વાત જ નથી.
મુમુક્ષુ – હાથીની અંબાડીએ કેવળજ્ઞાન થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ગમે ત્યાં થઈ જાય. ઓલા નટ ઉપર નાચે છે ને ? એને કેવળજ્ઞાન થઈ જાય છે ને ? દોરી ઉપર નાચતા નાચતા પણ કેવળજ્ઞાન થઈ જાય. નૃત્યકળા પ્રસિદ્ધ કરતા કરતા. ભાઈ ! ઉપયોગની સ્થિતિ શું હોય એ તો વિચાર કરો. કેવળીને આહાર ન હોય. નાચવાની વાત એક બાજુ રહી. એને તો આહાર ન હોય. ત્યાં તો દોરી ઉપર નાચવું હોય એમાં તો ઉપયોગ જરાક ફેર થાય તો જાય નીચે. કેવી રીતે રહે? ત્યાં તો ઉપયોગ આપવો જ પડે. પણ ઉપયોગ એક સમયે બે જગ્યાએ હોય, બે ઠેકાણે હોય એ વાત એ લોકોએ ટુંકામાં સ્થાપી છે. એવા એવા દષ્ટાંતોથી ઉપયોગ આત્મામાં પણ હોય અને ઉપયોગ બીજે પણ હોય એવો એકસાથે અનેક જગ્યાએ ઉપયોગ હોય એનું નામ કેવળજ્ઞાન. એવું રૂઢિઅર્થથી સ્થાપી દીધું છે લોકાલોકના જ્ઞાનથી, પણ લોકાલોકનું જ્ઞાન એ પ્રકારે નથી. એમ કહેવું છે.
એટલે તો ‘ગુરુદેવ’ વારેઘડીએ સ્થાપતા હતા. એની પોતાની પર્યાયને જાણે છે. આને જાણે છે એમ ક્યાં વાત છે? એની પોતાની પર્યાયને જાણે છે. કેમકે આને જાણે છે એમાં છવસ્થ એમ સમજી લે છે કે હું જાણું છું એમ જાણે છે. અને એ ભ્રમ થાય છે. એક મુમુક્ષ) એવી દલીલ આપતા હતા કે