________________
પત્રાંક-૬૯૩
૭૫
જઈશું તો એક નહિ ને બીજે રસ્તે ચાલ્યા જાશું. વળી પાછા વળવું અને માર્ગે ચડવું એટલી વધારે ઉપાધિ અથવા મુશ્કેલી ઊભી થઈ જશે. એટલે કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે,...' ભક્તિમાર્ગનો આશ્રય કર્યો એટલે સત્પુરુષના, જ્ઞાનીઓના, શ્રીગુરુના આશ્રયમાં રહ્યા છે. આપ કહો એ પ્રમાણે અમારે આગળ ચાલવાનું છે, અમારી ઇચ્છાએ ચાલવાનું નથી.
અને આશાશ્રિતપણું...’ એવું આજ્ઞાશ્રિતપણું. ભક્તિમાર્ગમાં શું મુખ્ય વાત છે ? પદ ગાવા એ ભક્તિ નથી. આજ્ઞાશ્રિતપણું. આજ્ઞામાં રહેવા માગીએ છીએ કે નહિ એનું નામ ભક્તિ છે. પદ ગાઈને આજ્ઞામાં રહે નહિ એ ભક્તિ નથી, અભક્તિ છે.
મુમુક્ષુ :– એમાં આજ્ઞા શું લેવી જોઈએ
પૂજ્ય ભાઈશ્રી :- આજ્ઞા એટલે એ કહે, એમની જ્ઞાનીની, શ્રીગુરુની સૂચના હોય એ પ્રમાણે પોતાએ વર્તવું. પોતાના વિચારો પ્રમાણે ન વર્તવું. પોતાની માન્યતા પ્રમાણે ન વર્તવું, પોતાના અભિપ્રાય પ્રમાણે ન વર્તવું. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું, જ્ઞાનીના વિકલ્પ અનુસાર વર્તવું.
આશાશ્રિતપણું અથવા... એનો બીજો અર્થ છે. પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે,...' આટલી ભક્તિ આવવી જોઈએ. જ્ઞાનીપુરુષને વિષે અત્યંત... અત્યંત... અત્યંત ભક્તિ આવવી જોઈએ. એના પ્રત્યે ઊણી ભક્તિ પણ માન્ય નથી કરતા. ‘શ્રીમદ્જી’ તો ઊણી ભક્તિ પણ માન્ય નથી કરતા. ભક્તિ ન હોય એનો તો કોઈ મુમુક્ષુ તરીકેનો પણ Class નથી. આમ છે.
:
પરમપુરુષ સદ્ગુરુને વિષે...' સદ્ગુરુ એકલું ન લખ્યું. ૫રમપુરુષ લખ્યું. એના માટે તો એ પરમપુરુષ છે. મુમુક્ષુને માટે એ પરમપુરુષ છે. જેવા તીર્થંકરદેવ છે એવા પરમપુરુષ છે. તેના વિષે સર્વાર્પણ સ્વાધીનપણું....' કાંઈ પોતાનો મત નહિ. જે કહે તે કબુલ, દિવસને રાત કહે તો કબુલ. એમ વાત છે. ધોળે દિવસે, ભરબપોરે એમ કહે કે આ માથે છે આ સૂરજ (નથી, તો કહે કબુલ). (એવું) આધીનપણું. એમને આધીન થવું. ‘શિરસાવંદ્ય...’ માથે ચડાવી. એ વાત જેણે માથે ચડાવી છે, એવું જેણે નક્કી કર્યું છે, એવું જેણે પોતાનું આત્મહિત જેણે દીઠું છે,..’ જેણે એમાં