________________
૧૦૦
રાજહૃદય ભાગ-૧૪ તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચોવીશ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું...” એટલે ૨૫મા વર્ષે એણે લગ્ન કરવા. એ પહેલા ન કરવા. એણે ગૃહસ્થ બનવું. પછી ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા.” વાનપ્રસ્થમાં શું છે કે ગૃહસ્થપણે રહે પણ નિવૃત્તિમાં રહે અને સંન્યાસમાં ઘર ત્યાગ કરીને રહે, સંન્યાસી થઈને રહે. એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે?
તે તે આશ્રમમાં વર્તવાના મયદાકાળને વિષે બીજા આશ્રમના આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ કહેવાય.” એટલે ચોવીશ વર્ષ પહેલા લગ્ન કરી લે તો એ પરધર્મ કહેવાય. એ પહેલા સંન્યાસી થાય તોપણ પરધર્મ કહેવાય. એમ એનો અર્થ થઈ ગયો. Compulsory એણે ગૃહસ્થ થવાનું જ. ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં રહ્યા પછી એણે ગૃહસ્થ થવું જ જોઈએ. એ એનો ધર્મ છે, એ એનો સ્વધર્મ છે એમ કહે.
મુમુક્ષુ – બ્રહ્મચર્યમાં ન રહેવું ?
પૂજ્ય ભાઈશ્રી – ના, ન રહેવું જોઈએ એમ કહે છે. સૃષ્ટિ જ ન ચાલે એમ કહે છે. સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થાય ? એવી રીતે જો ગૃહસ્થપણું ન આવે તો. અથવા તો એવા સિદ્ધાંતો અમુક મૂક્યા છે કે અપૂત્રસ્ય નાસ્તો ગતિઃ એ ચર્ચા આવશે હજી આગળ. કોઈ પત્રોમાં એ ચર્ચા પોતે કરે છે. જે વાંઝીયો હોય એની ગતિ સારી નથી થતી. માટે એને પુત્ર હોવો જ જોઈએ. એમ કરીને પણ ચર્ચા કરી છે. એટલે એવા બધા સિદ્ધાંતો એ લોકોએ ઘડ્યા છે.
જ્યાં વિષયકષાયમાં ધર્મની માન્યતા સ્થાપિત કરવામાં આવે એનું કારણ શું છે ? કે એ વિષયકષાય કરવા યોગ્ય છે એવો સિદ્ધાંત છે અને એવો ધ્યેય છે ત્યાં. માટે એને સિદ્ધાંતમાં વણી લેવામાં આવે છે. ઉપવાસ કરવો એ સારું છે એ તો છબસ્થ અવસ્થામાં સ્વીકારે છે. કોઈ એક ઉપવાસ કરે એના કરતા કોઈ પંદર કરે તો એનો મહિમા વધારે અને પંદર કરતા પચ્ચીસ કરે તો એનો મહિમા વધારે. તો કેવળી ઠામુકો આહાર ન કરે તો એનો મહિમા વધારે જ હોવો જોઈએ. એના બદલે એને આહાર