________________
૪૦૬
રાજહૃદય ભાગ-૧૪ આત્મસિદ્ધિમાં એ વાત લખશે. હવે “આત્મસિદ્ધિ જ આવે છે. ગાંધીજીના પત્ર પછી સીધી ‘આત્મસિદ્ધિ આવે છે. જાતા સદ્ગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય. માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદ્દગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય.'
જેણે જેણે સદ્દગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે,...” એમની મહાનતા જેમણે જોઈ છે તેને પોતાની લઘુતા આવ્યા વિના રહે નહિ. શ્રીગુરુની મહાનતા જોતા જ પોતાની લઘુતા આવી જાય છે. “તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો. નથી; અથવા તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય,...” પહેલેથી વિચારી રાખ્યું હોય કે જરાક અહંભાવ થશે તો એ ઝેર ખાવાની વાત જ છે, બીજું કાંઈ નથી. તે અહંભાવને જો આગળથી.” એટલે અગાઉથી જ ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. તો પછીના કાળમાં એવો અહંભાવ ઉત્પન્ન થવાનો સંભવ ઓછો રહે છે. કેમકે એ જાગૃત થઈ ગયો. જે પ્રથમથી જાગૃત છે, આગળથી જાગૃત થઈ ગયો અને એ અહંભાવ જે અજાણપણે થાય છે એવો થતો નથી.
કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય. આ માર્મિક વાત કરી છે. જે વક્તા હોય છે, લેખક હોય છે એને એ સંબંધીનું ભાષાચાતુર્ય હોય છે. ભાષાનું ચાતુર્ય હોય છે, વિશેષતા હોય છે. એકલું હોય છે એમ નહિ, એની એને મીઠાશ પણ આવે છે કે આવું સરસ હું લખી શકું, હું બોલી શકું, બીજા આવી રજુઆત કરી શકે નહિ. મારી રજુઆત કરવાની પદ્ધતિ બહુ સારી છે. મારું ભાષાચાતુર્ય બીજા કરતા વિશેષ છે. એવી એને પોતાને અહંપણાને લઈને મીઠાશ અંદર વેદાય છે. તે સ્થૂળપણે પણ વેદાય અને સૂક્ષ્મપણે પણ વેદાય છે. તેવું અંદરમાં થયું હોય તો તે આગળ જઈને વિશેષતા પામે છે. પછી એ સ્થળ થાય છે. પહેલા સૂક્ષ્મ પરિણતિએ હોય છે. એ જ્યારે જન્મે ત્યારે બહુ સૂક્ષ્મ હોય, પછી એમાં સ્થૂળતા આવતી જાય છે.
મુમુક્ષુ :- . નાડ પકડી છે. પૂજ્ય ભાઈશ્રી :- નાડ પકડી છે. કેવી રીતે જીવને થાય ? પહેલા