________________
૯૪
રાજહૃદય ભાગ-૧૪
પત્રક-૬૯૫ મુંબઈ, અષાડ સુદ પ, બુધ, ૧૯૫૨
શ્રી સહજાનંદના વચનામૃતમાં આત્મસ્વરૂપની સાથે અહર્નિશ પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી, અને તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે. હવે જો સ્વધર્મ શબ્દનો અર્થ આત્મસ્વભાવ' અથવા ‘આત્મસ્વરૂપ’ થતો હોય તો ફરી સ્વધર્મ સહિત ભક્તિ કરવી’ એમ આવવાનું કારણ શું ? એમ તમે લખ્યું તેનો ઉત્તર અત્રે લખ્યો છે ઃ–
સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી એમ જણાવ્યું છે ત્યાં “સ્વધર્મ’ શબ્દનો અર્થ વર્ણાશ્રમધર્મ' છે. જે બ્રાહ્મણાદિ વર્ણમાં દેહ ધારણ થયો હોય, તે વર્ણનો શ્રુતિ, સ્મૃતિએ કહેલો ધર્મ આચરવો તે વર્ણધર્મ છે, અને બ્રહ્મચર્યાદિ આશ્રમ ક્રમે કરી આચરવાની જે મર્યાદા શ્રુતિ, સ્મૃતિએ કહી છે, તે મર્યાદાસહિત તે તે આશ્રમમાં વર્તવું તે ‘આશ્રમધર્મ’ છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ છે, તથા બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમ છે. બ્રાહ્મણવર્ષે આ પ્રમાણે વર્ણધર્મ આચરવા એમ શ્રુતિ, સ્મૃતિમાં કહ્યું હોય તે પ્રમાણે બ્રાહ્મણ આચરે તો સ્વધર્મ' કહેવાય, અને જો તેમ ન આચરતાં ક્ષત્રિયાદિને આચરવા યોગ્ય ધર્મને આચરે તો પરધર્મ કહેવાય; એ પ્રકારે જે જે વર્ણમાં દેહ ધા૨ણ થયો હોય, તે તે વર્ણના શ્રુતિ, સ્મૃતિએ કહેલા ધર્મ પ્રમાણે વર્તવું તે સ્વધર્મ' કહેવાય, અને બીજા વર્ણના ધર્મ આચરે તો પરધર્મ' કહેવાય.
તેવી રીતે આશ્રમધર્મ સંબંધી પણ સ્થિતિ છે. જે વર્ણોને બ્રહ્મચર્યાદિ આશ્રમસહિત વર્તવાનું શ્રુતિ, સ્મૃતિએ કહ્યું છે તે વર્ષે પ્રથમ, ચોવીશ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વર્તવું, પછી ચોવીશ વર્ષ