________________
૧૬૨
રાજહૃદય ભાગ-૧૪
થઈ જાય છે એટલા માટે. તમારે જરૂ૨ હોય એટલું પાણી વાપરો. બિનજરૂરી પાણી નહિ વાપરો. એમ મર્યાદા કરી છે. એ રીતે.
પછી એ પાણી વરાળરૂપે ઊંચે આકાશમાં જાય. તો જ્યારે ગરમ થઈને વરાળ થાય ત્યારે અચેત થાય. પાછા વાદળા બંધાય એટલે ઉ૫૨ પાછા એમાં સચેતપણું એટલે જીવોનો સંયોગ થઈ જાય. પાછું એ વરસાદપણે પરિણમે ત્યારે પણ એ સચેત પાણી છે અને જમીન ઉપર વહેતું હોય ત્યારે પણ એ સચેત છે. એવી રીતે એનું સર્ચતપણું સંભવે છે.
મુમુક્ષુ :– નવ કલાક પછી સચેત થઈ જાય.
પૂજ્ય ભાઈશ્રી :– હા. શ્વેતાંબરમાં નવ કલાક કહે છે. દિગંબરમાં તો એથી ઓછો Period લે છે. અમુક અંતર્મુહૂર્ત લીધા છે. પછી એ સચેત થવા માંડે છે. એટલે એ લોકો પાણીમાં લવીંગની પોટલી નાખી ૨ે છે. એટલે એની વાસને લઈને પણ બીજા જીવો ઉત્પન્ન ન થતા હોય. અને પ્રાસુકજળ રહે છે એમ કહે છે. આનાથી પ્રાસુકતા રહે છે. પછી બીજ વૃક્ષનો...
મુમુક્ષુ :– ચોવીસ કલાક...
=
પૂજ્ય ભાઈશ્રી :– ચોવીસ કલાક. તો ચોવીસ કલાક રહે છે.
-
મુમુક્ષુ :– પછી કોઈ સંજોગે એ વપરાય નહિ.
પૂજ્ય ભાઈશ્રી :– બરાબર.
૪. બીજ જ્યાં સુધી વાવવાથી ઊગવાની યોગ્યતાવાળું છે ત્યાં સુધી નિર્જીવ હોય નહીં;...' બીજ જ્યાં સુધી વાવવાથી ઊગે, વાવો અને ઊગે એવી જ્યાં સુધી યોગ્યતા હોય ત્યાં સુધી નિર્જીવ હોય નહિ. ત્યાં સુધી એમાં સજીવપણું છે એમ લેવું. સજીવ જ કહી શકાય. અમુક અધિ પછી...’ એટલે અમુક સમયની મર્યાદા પછી. એટલે સામાન્યપણે બીજ (અન્નાદિના) ત્રણ વર્ષ સુધી સજીવ રહી શકે છે;...' અન્નનો દાણો ત્રણ વર્ષ સુધી વાવતા ઊગે છે. સામાન્યપણે. વિશેષપણે કોઈમાં ન પણ ઊગે. તો તે સજીવ રહી શકે છે.
તેથી વચ્ચે તેમાંથી જીવ ચવી જાય ખરો..' એટલે કે એમાં નિર્જીવપણું થઈ જાય. ચવી જાય એટલે ત્યાંથી બીજા ક્ષેત્રે વયો જાય. પણ તે અવધિ વીત્યા પછી તે નિર્જીવ એટલે નિર્બીજ થવા યોગ્ય કહ્યું છે.’ એ