________________
૨૨૦
રાજહૃદય ભાગ-૧૪ ગૃહસ્થાશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે ? એ વિચારવાન જ નથી અને એ ગણતરી પણ યોગ્ય નથી, એમ કહેવું છે. જોરથી ના પાડે છે. કોણ આવો વિચારવાન એને યોગ્ય ગણશે? કયો વિચારવાન આને યોગ્ય ગણશે ? એ વાત રહેતી નથી. વિચારવાન પુરુષ એને યોગ્ય ગણતા નથી. આ બધી ફાલતું કલ્પના છે.
પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાનીપુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજા મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે.. ખરેખર તો શું છે કે જેનાથી વર્તમાનમાં જ લાભ થતો હોય, એ લાભને છોડી દઈને ભવિષ્યના મનોરથને અનિશ્ચિત કારણોનો અભિપ્રાય રાખીને ઉત્તમ કારણને છોડી દેવું એ તો કેવળ અવિવેક છે. એમાં કાંઈ વિવેક વિચાર લાગતો નથી. અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે;” “ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ... મનુષ્યપણાનું સાર્થકપણું છે.
બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે;” મનુષ્યની વૃદ્ધિ એ તો કલ્પનામાત્ર છે. ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી.” પોતાને જે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ શકવા યોગ્ય છે એનો નાશ કરીને માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને.” અથવા એ વાત ઠીક લાગે. બાકી એ વાતમાં કાંઈ માલ નથી. “એ આદિ ઘણાં કારણોથી પરમાર્થષ્ટિથી જે બોધ્યું છે.” કોણે ? જિનેશ્વરદેવે. એ આદિ ઘણાં, કારણોથી પરમાર્થષ્ટિથી. એટલે આત્મકલ્યાણના દષ્ટિકોણને મુખ્ય રાખીને ત્યાગ-વૈરાગ્યનો જે બોધ આપ્યો છે તે જ યોગ્ય જોવામાં આવે છે.” અમને એ ઉપદેશ બરાબર લાગે છે. વેદાંતાદિનો એ સિદ્ધાંત અમને બરાબર લાગતો નથી. એમ એમાં અસ્તિમાં નાસ્તિ આવી જાય છે.
ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે..... આ બધી વાતો ઘણી ફાલતું છે, નકામી વાતો છે. એમાં અમારે ઉપયોગ દેવો અને આટલું લખાણ કરવું એ અમને તો અમારા માટે મુશ્કેલીવાળી વાત છે. કોઈ બીજી આત્મકલ્યાણની પારમાર્થિક માર્ગની કોઈ સૂક્ષ્મ ચર્ચાઓ