________________
૫૦
રાજહૃદય ભાગ-૧૪ ગુણસ્થાન થાય અત્યારે. એમ લખ્યું માટે કોઈને થઈ જાય છે અત્યારે ? અને એમ લખ્યું માટે અત્યારે એ હોય જ એવું કાંઈ થોડું છે? એ પરિસ્થિતિ નથી. પૂર્વ આચાર્યોના લખાણ સાથે કોઈ જીવના પરિણમનને સંબંધ શું? કે જીવના પરિણમનને એટલો જ સંબંધ છે કે જેટલો એ પુરુષાર્થ કરે એટલો આગળ વધે. તો પુરુષાર્થ કરે.
માનો કે “કૃપાળુદેવને એમ લાગ્યું, એમને પોતાને એમ લાગ્યું કે શા માટે કેવળજ્ઞાન ન થાય? શા માટે અત્યારે કેવળજ્ઞાન ન થાય? મોક્ષ ન થાય એવું શા માટે ? અને પુરુષાર્થ પણ ઉપાડ્યો, ઘણો ઉપાડ્યો. પણ મુનિપદ સુધી ન પહોંચી શક્યા. પુરુષાર્થ કેટલો ઉપાડ્યો ? કેવળજ્ઞાન લેવાનો પુરુષાર્થ ઉપાડ્યો. ઇચ્છાદશાએ કેવળજ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે. શ્રદ્ધા-અપેક્ષાએ અમને કેવળજ્ઞાન વર્તે છે. વર્તે છે... વર્તે છે લખ્યું તોપણ પુરુષાર્થ એવો હતો કે જાણે કેવળજ્ઞાન અમને વર્તી રહ્યું છે એવો અમારો પુરુષાર્થ ઉપાડીએ છીએ. લીધું કે લેશું, લીધું કે લેશું. એ વાત સંભવિત ન થઈ તો ન થઈ. લખાણની સાથે કોઈ કામ થઈ જાય છે એવું તો નથી. અને ન લખ્યું હોય માટે કોઈ અટકી જાય એમ પણ નથી.
ઘણું વિચ્છેદ ગયું છે. અંગ પૂર્વના ઘણા શાસ્ત્રો અત્યારે નથી મળતા. કયા શાસ્ત્રમાં, કઈ અપેક્ષાથી કઈ વાત છે ? અને બીજી કઈ વાત એની સાથે બીજી અપેક્ષાવાળી અત્યારે ઉપસ્થિત નથી, વિચ્છેદ ગઈ છે. આનો કોણ નિર્ણય કરશે? કેવી રીતે નિર્ણય કરશે? હજી તો છે એટલા શાસ્ત્રો એક માણસ વાંચી શકતો નથી. એમાં પારંગત નથી. ત્યારે વિચ્છેદ ગયા એનું શું થાય? એવી પરિસ્થિતિમાં ફકત પોતાના આત્મકલ્યાણને મુખ્ય રાખીને, એ દૃષ્ટિકોણને મુખ્ય રાખીને કોઈપણ વાતની સંમતિ-અસંમતિ, માન્યઅમાન્યપણાનો નીતિવિષયક અભિપ્રાય ઘડવો જોઈએ, રાખવો જોઈએ. એ એક જ હિતાવહ છે, બીજી કોઈ વાત હિતાવહ નથી. એમ એમના પત્રોના આ સવાલ-જવાબમાંથી તાત્પર્ય નીકળે છે. મુમુક્ષુજીને આ રીતે વિચારવું જોઈએ. તો એના આત્માને નુકસાન નહિ થાય, એના આત્માને દોષ નહિ લાગે અથવા એના આત્માને આવરણ નહિ આવે.
આમાં શું છે કે નાની-મોટી અનેક જાતની વાત ઊભી થાય છે. ઉદયવશ અનેક પ્રકારના ધાર્મિક પ્રસંગો ત્યાં પરિસ્થિતિ એવી બને છે કે કોઈ વાતમાં