________________
૧૬૪
ચજહદય ભાગ-૧૪ યંત્ર સમજ્યા નથી, એમ જાણીએ છીએ, ચોખ્ખું કરાવી લીધું.
તથાપિ કાર્મણ કે તૈમ્ શરીર દેખાવા યોગ્ય છે કે કંઈ બીજો ભાસ થવા યોગ્ય છે, તે જાણવાની જિજ્ઞાસા જણાય છે. તે એ કોઈ વાત છે એ આત્માને જોવાની વાત નથી. પણ કાર્મણ, તૈજસ શરીરનો કોઈ ભાસ થવાનો પ્રકાર હોવા યોગ્ય છે. કાર્મણ કે તૈજસુ શરીર પણ તે રીતે તો દેખાવા યોગ્ય નથી. કેમકે એ પણ એટલા સૂક્ષ્મ પરમાણુ છે કે ઇન્દ્રિયજ્ઞાન જે સ્થૂળ જ્ઞાન છે એમાં એનો સમાવેશ થાય નહિ. એરૂ પકડવાના સાણસાથી મોતી કે હીરાનો દાણો પકડી શકાય નહિ. આ હાથની ચપટીથી પણ ઝીણી ચીજ પકડાતી નથી. એના માટે પકડવાનું જુદું સાધન જોઈએ. જેમ કે આ મોતીમાં, હીરામાં સવાણી વપરાય છે. એવી રીતે જ્ઞાનની સ્થૂળતા, સૂક્ષ્મતાનો અહીંયાં પ્રશ્ન છે.
પણ ચક્ષુ, પ્રકાશ, તે યંત્ર, મરનારનો દેહ અને તેની છાયા કે કોઈ આભાસવિશેષથી તેવો દેખાવ થવો સંભવે છે. ચક્ષુ હોય, અમુક પ્રકાશ હોય, અમુક યંત્ર હોય, મરી ગયું હોય એનું શરીર હોય, તો તેની છાયા કે એવો કોઈ આભાસ થઈ જાય તો એને એમ લાગે કે મેં આત્મા જોયો. એનો આત્મા મેં જોઈ લીધો. આત્મા દેખાવાયોગ્ય નથી. તે યંત્ર વિષે વધારે વ્યાખ્યા પ્રસિદ્ધિમાં આવ્યું પૂર્વાપર આ વાત જાણવામાં ઘણું કરીને આવશે. માટે આની વિશેષ વિગત સમજાય, જો બહાર પ્રસિદ્ધ થાય તો તરત ખ્યાલ આવે કે આ બરાબર છે કે બરાબર નથી.
“હવાના પરમાણુઓ દેખાવા વિષેમાં પણ કંઈક તેઓના લખવાની વ્યાખ્યા કે જોયેલા સ્વરૂપની વ્યાખ્યા કરવામાં પર્યાયાંતર લાગે છે. હવે એવા ને એવામાં કોઈ હવાના પરમાણુઓ દેખાય છે, એ જે વાત આવે છે એ પણ બરાબર નથી. કેમકે હવાના પરમાણુ ચક્ષઇન્દ્રિયનો વિષય નથી. પણ એ એટલા સૂક્ષ્મ છે કે માત્ર સ્પર્શેન્દ્રિયનો વિષય છે પણ ચક્ષુઇન્દ્રિયનો વિષય નથી. ગંધના પરમાણુ પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય નથી. કર્મેન્દ્રિયનો વિષય છે. નાસિકાનો વિષય છે. એવી રીતે અવાજના પરમાણુ છે એ પણ ચક્ષુઇન્દ્રિયનો વિષય નથી. હવાના મોજા Vibration આંખથી ન દેખાય પણ કાનથી પકડાય. તો એ એટલા સૂક્ષ્મ છે. અજવાળું અને અંધારું એ સ્થળ પરમાણુ છે. તો એ આંખથી દેખાય છે કે આ