________________
પત્રાંક-૬૯૧
- ૪૭ ‘તત્ત્વાર્થ એવું નામ આપ્યું છે-તત્ત્વાર્થ સૂત્ર. આ તત્ત્વાર્થના સૂત્રો છે. અને એ બધાને માન્ય છે.
મુમુક્ષુ – ઉમાસ્વામી' કુંદકુંદાચાર્યના શિષ્ય હતા?
પૂજ્ય ભાઈશ્રી – આપણા સંપ્રદાયમાં એમ કહે છે. એમાં એ કહે છે કે એ કુંદકુંદાચાર્યના પહેલા થયેલા છે એમ અમારો ઇતિહાસ બોલે છે. એમ કહે છે. કુંદકુંદાચાર્યનો જે સમય છે એ પહેલાનો સમય એ નિર્દિષ્ટ કરે છે. એ વાત તો મતમતાંતરની થઈ. અહીંયાં તો એમ કહેવું છે....
મુમુક્ષુ – જેનદર્શન સમાપ્ત થવાની તૈયારીમાં હતું ને ગુરુદેવ આવી ગયા.
પૂજ્ય ભાઈશ્રી – ખરી વાત છે. ઉદ્યોત થયો. આ કાળમાં જૈનદર્શન મહાવીરસ્વામીથી જે ચાલ્યું આવે છે, એ પહેલા તો ૨૩ તીર્થકરોથી ચાલ્યું આવે છે, એ પહેલા તો અનાદિથી અનંતી ચોવીશી તીર્થકરોની થઈ પણ અત્યારે લગભગ જ્યાં લુપ્તપ્રાય માર્ગ હતો ત્યાં “ગુરુદેવે” એ વાતને-તત્ત્વને વિશેષપણે પ્રકાશી.
મુમુક્ષુ -.
પૂજ્ય ભાઈશ્રી :- ઘણી વાત સ્પષ્ટ કરી. ખુદ દિગંબર સંપ્રદાયના દિગંબરના વિદ્વાનો, પંડિતો, ત્યાગીઓ, મુનિઓને ખબર નહોતી એવી એવી વાતો પણ એમણે મોક્ષમાર્ગની મૂળ આચાર્યોના સૂત્રો અને ગ્રંથો ઉપરથી સ્પષ્ટ કરી, પ્રકાશિત કરી. અને હજારોગમે લોકો એને સ્વીકાર કરવા લાગ્યા. એ વાત બની.
હવે અહીંયાં એમ કહે છે કે, “વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા કેટલાક ભાવની...” એટલે કેટલાક પદો. .. જિનાગમમાં તથા તેના આશ્રયને ઈચ્છતા. એટલે એને અનુસરતા એવા બીજા “આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે. એમાં કેવળજ્ઞાનનો વિચ્છેદ લીધો છે. નિર્વાણપદ અને કેવળજ્ઞાન તો આગળપાછળની જ અવસ્થા છે. નિર્વાણપદ પહેલા પણ કેવળજ્ઞાન થાય અને નિર્વાણપદમાં કેવળજ્ઞાન છે. એ બંને કેવળજ્ઞાન તો એકસરખું છે.
કેવળજ્ઞાન....”નો પણ વિચ્છેદ કહ્યો છે, આ કાળમાં મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાનનો પણ વિચ્છેદ કહ્યો છે. પૂર્વજ્ઞાન....” એટલે બધા ચૌદે ચૌદ