________________
૧૪૦
રાજહૃદય ભાગ–૧૪ અનુભવ કરવાનો પ્રયત્ન કરે તોપણ એને કષાયરસ તૂટે છે.
મુમુક્ષુ – “ગુરુદેવશ્રી.
પૂજ્ય ભાઈશ્રી :- હા. પછી શું છે કે વસ્તુ જે ખોવાણી છે અને અંધારું જે થયું છે એ તો જ્ઞાનના પ્રકાશથી-પોતાના પ્રકાશથી પોતે હટી ગયો છે માટે. બાકી જ્ઞાનપ્રકાશમાં તો જ્ઞાનસ્વભાવ પ્રગટ જ છે. જ્ઞાનપ્રકાશમાં જ્ઞાનનો સ્વભાવ અપ્રગટ છે જ નહિ. પ્રગટ જ છે. એ તો નિત્ય ઉદિત છે. નવો પ્રગટ નથી થતો. એ તો નિત્ય ઉદિત જ છે-સર્વ કાળે ઉદિત છે. એટલે રાગ તો અંધારું છે અને રાગમાં શોધવાનો પ્રયત્ન કરવો પણ બેકાર છે. વૃથા પ્રયત્ન છે. કોઈ રાગના અંશમાં, રાગના કણમાં ચૈતન્યસ્વભાવ છે નહિ તો દેખાશે ક્યાંથી ? જે જ્યાં છે નહિ તે ત્યાં દેખાશે કયાંથી ? એ પ્રશ્ન જ રહેતો નથી.
મુમુક્ષુ:- ઘરે ખાતા ખાતા રસને તપાસવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી – જાગૃતિમાં આવવું જોઈએ. ગમે તે જીવ હોય. હું જ્ઞાનસ્વરૂપ છું. એણે સીધી સાવધાની પકડવી જોઈએ. જ્ઞાનમાત્રથી સાવધાની પકડવી જોઈએ. એટલા માટે જ્ઞાનમાત્ર શબ્દ વાપર્યો છે. એ જાગૃતિસૂચક છે. આખા “સમયસારમાં વધુમાં વધુ એ શબ્દનો પ્રયોગ છે. આત્મા એટલે જ્ઞાનમાત્ર. “સમયસાર' એટલે જ્ઞાનમાત્ર છું. બસ ! આ એક મંત્ર એ પોતાના સ્વરૂપની સ્વભાવની સાવધાનીમાં જો જીવ આવે તો એને પરપદાર્થની સાવધાની અને પરપદાર્થની સાવધાનીથી ઉત્પન્ન થતો રસ, એ બંને ઉપર એને ઘાત પડે). એ ૬૯૮ પત્ર પૂરો) થયો.
મુમુક્ષુ – કેવી સરસ વાત આવી !
પૂજ્ય ભાઈશ્રી :- “પંચાસ્તિકાયની વાત કરતા કરતા છેલ્લે છેલ્લે બે વાત બહુ સારી કરી દીધી.
મુમુક્ષુ –ચર્ચા કરી પણ મુમુક્ષુઓને માર્ગદર્શન પણ.
પૂજ્ય ભાઈશ્રી - સાથે સાથે આપે જ છે. એ સિદ્ધાંતજ્ઞાન વખતે પણ ઉપદેશજ્ઞાન પણ સાથે સાથે રાખે છે. એ પદ્ધતિ મુમુક્ષુ માટે બહુ ઉપકારી છે.