________________
૧૫૪
રાજહૃદય ભાગ-૧૪
પત્રાંક-૭૦૧
રાળજ, શ્રાવણ વદ ૧૩, શનિ, ૧૯૫૨ ૧ “અમુક પદાર્થના જવા આવવાદિના પ્રસંગમાં ધર્માસ્તિકાયાદિના અમુક પ્રદેશે ક્રિયા થાય છે, અને જો એ પ્રમાણે થાય તો વિભાગપણું થાય, જેથી તે પણ કાળના સમયની પેઠે અસ્તિકાય ન કહી શકાય. એ પ્રશ્નનું સમાધાન - જેમ ધમસ્તિકાયાદિના સર્વ પ્રદેશ એક સમયે વર્તમાન છે, અર્થાત્ વિદ્યમાન છે, તેમ કાળના સર્વ સમય કંઈ એક સમયે વિદ્યમાન હોતા નથી, અને વળી દ્રવ્યના વર્તનાપર્યાય સિવાય કાળનું કંઈ જુદું દ્રવ્યત્વ નથી, કે તેના અસ્તિકાયત્વનો સંભવ થાય. અમુક પ્રદેશે ધમસ્તિકાયાદિને વિષે ક્રિયા થાય અને અમુક પ્રદેશે ન થાય તેથી કંઈ તેના અસ્તિકોયપણાનો ભંગ થતો નથી, માત્ર એકપ્રદેશાત્મક તે દ્રવ્ય હોય, અને સમૂહાત્મક થવાની તેમાં યોગ્યતા ન હોય તો તેના અસ્તિકાયપણાનો ભંગ થાય, એટલે કે, તો તે “અસ્તિકાય કહેવાય નહીં. પરમાણુ એકપ્રદેશાત્મક છે, તોપણ તેવા બીજાં પરમાણુઓ મળી તે સમૂહાત્મકપણું પામે છે. માટે તે “અસ્તિકાય” પુદ્ગલાસ્તિકાય) કહેવાય છે. વળી એક પરમાણુમાં પણ અનંત પયયાત્મકપણું છે, અને કાળના એક સમયમાં કંઈ અનંતપયયાત્મકપણું નથી, કેમકે તે પોતે જ વર્તમાન એકપર્યાયરૂપ છે. એકપર્યાયરૂપ હોવાથી તે દ્રવ્યરૂપ ઠરતું નથી, તો પછી અસ્તિકાયરૂપ ગણવાનો વિકલ્પ પણ સંભવતો નથી.
૨. મૂળ અપકાયિક જીવોનું સ્વરૂપ ઘણું સૂક્ષ્મ હોવાથી વિશેષપણે સામાન્ય જ્ઞાને તેનો બોધ થવો કઠણ છે, તોપણ "પદર્શનસમુચ્ચય' ગ્રંથ હાલ પ્રસિદ્ધ થયો છે, તેમાં ૧૪૧ થી ૧૪૩ સુધીનાં પૃષ્ઠમાં તેનું સ્વરૂપ કંઈક સમજાવ્યું છે. તે વિચારવાનું બને તો વિચારશો.