________________
પત્રાંક-૬૯૫
૯૫
સુધી ગૃહસ્થાશ્રમમાં વર્તવું; ક્રમે કરીને વાનપ્રસ્થ અને સંન્યસ્તાશ્રમ આચરવા; એ પ્રમાણે આશ્રમનો સામાન્ય ક્રમ છે. તે તે આશ્રમમાં વર્તવાના મર્યાદાકાળને વિષે બીજા આશ્રમનાં આચરણને ગ્રહણ કરે તો તે પરધર્મ' કહેવાય; અને તે તે આશ્રમમાં તે તે આશ્રમના ધર્મોને આચરે તો તે સ્વધર્મ' કહેવાય; આ પ્રમાણે વેદાશ્રિત માર્ગમાં વર્ણાશ્રમધર્મને સ્વધર્મ” કહ્યો છે, તે વર્ણાશ્રમધર્મને “સ્વધર્મ” શબ્દે સમજવા યોગ્ય છે; અર્થાત્ સહજાનંદસ્વામીએ વર્ણાશ્રમધર્મને અત્રે સ્વધર્મ' શબ્દથી કહ્યો છે. ભક્તિપ્રધાન સંપ્રદાયોમાં ઘણું કરીને ભગવદ્ભક્તિ કરવી એ જ જીવનો ‘સ્વધર્મ’ છે, એમ પ્રતિપાદન કર્યું છે, પણ તે અર્થમાં અત્રે સ્વધર્મ” શબ્દ કહ્યો નથી, કેમકે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી એમ કહ્યું છે, માટે સ્વધર્મનું જુદાપણે ગ્રહણ છે, અને તે વર્ણાશ્રમધર્મના અર્થમાં ગ્રહણ છે. જીવનો સ્વધર્મ” ભક્તિ છે, એમ જણાવવાને અર્થે તો ભક્તિ શબ્દને બદલે કવચિત જ સ્વધર્મ શબ્દ સંપ્રદાયોએ ગ્રહણ કર્યો છે, અને શ્રી સહજાનંદના વચનામૃતમાં ભક્તિને બદલે સ્વધર્મ’ શબ્દ સંજ્ઞાવાચકપણે પણ વાપર્યો નથી, ક્વચિત્ શ્રી વલ્લભાચાર્યે વાપર્યો છે.
૬૯૫. આ પત્ર પણ તે ભક્તિ સ્વધર્મમાં રહીને કરવી, એમ ઠેકાણે ઠેકાણે મુખ્યપણે વાત આવે છે.’ એટલે સહજાનંદના વચનામૃત પણ એમણે વાંચ્યા છે. એમ કહે છે.
મુમુક્ષુ
સ્વામિનારાયણ...?
પૂજ્ય ભાઈશ્રી :– હા, સ્વામિનારાયણ. સહજાનંદ એટલે ગઢડા’માં જે એમની ગાદી છે અત્યારે એ.
..
‘શ્રી સહજાનંદના વચનામૃતમાં...' અને શિક્ષાપત્રી એ એમના વચનામૃત છે. એક જ ગ્રંથ છે. બીજા કોઈ ગ્રંથોની રચના નથી. સહજાનંદસ્વામીના નામે એક શિક્ષાપત્રી નામનો બહુ નાનો ગ્રંથ છે. અને