________________
પત્રાંક-૬૯૪
૭૯
એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો પરમાર્થ શો હોવો જોઈએ ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ?” એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે ૫૨ અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે.
૬૯૪ મો પત્ર સોભાગ્યભાઈ’ ઉપરનો જરા વિસ્તારથી પત્ર છે. અને મુખ્યપણે એમણે જે કેવળજ્ઞાન સંબંધીના પ્રશ્નો પૂછ્યા હતા એની ચર્ચા કરે છે.
આત્માર્થી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. શ્રી ડુંગ૨ના અભિપ્રાયપૂર્વક તમારો લખેલો કાગળ તથા શ્રી લહેરાભાઈનો લખેલો કાગળ પહોંચ્યા છે. શ્રી ડુંગરના અભિપ્રાયપૂર્વક...’ એટલે કાગળ લખ્યો છે ‘સોભાગભાઈ’નો અને ‘લહેરાભાઈ’નો. એ ત્રણે ભાઈઓ વચ્ચે ચર્ચા થતી હશે. એમાં ‘ડુંગરભાઈ' જરા ક્ષોપશમવાળા હતા. એટલે એમનો અભિપ્રાય એમણે જણાવ્યો છે કે અમારે ચર્ચા થઈ અને એમનું આમ કહેવું છે. એટલે એમનો અભિપ્રાય એમણે દર્શાવ્યો.
‘શ્રી ડુંગ૨ના અભિપ્રાયપૂર્વક શ્રી સોભાગે લખ્યું કે...' લખનાર ‘સોભાગભાઈ’ છે ‘કે નિશ્ચય અને વ્યવહારનાં અપેક્ષિતપણાથી જિનાગમ તથા વેદાંતાદિ દર્શનમાં વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી મોક્ષની ના તથા હા કહી હોવાનો સંભવ છે,...' અહીંયાં જે આવી ગયો ને ? પત્ર જે ૬૯૧ છે એમાં એ વાત ચાલી છે કે વેદાંત એમ કહે છે કે આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ થાય, નિર્વાણની પ્રાપ્તિ થાય. જિનાગમ ના પાડે છે. જિનાગમમાં