________________
૧૭૪
રાજહૃદય ભાગ-૧૪ પૂજ્ય ભાઈશ્રી – નિષ્કામ ભક્તિ કરીને પણ ઓઘસંજ્ઞા તો ટાળવી રહી. ઓઘસંજ્ઞા તો ટાળવી જ રહી. સાચી ઓળખાણ કરીને રહસ્યભક્તિમાં આવવું જોઈએ. ઓઘભક્તિ છોડીને નિષ્કામભક્તિએ પ્રવર્તતા છતાં પણ રહસ્યભક્તિમાં આવવું જોઈએ. રહસ્યભક્તિ એટલે શું ? દેવ-ગુરુ-શાસ્ત્ર, સપુરુષના સ્વરૂપને ઓળખીને ઓળખીને જે બહુમાન અને ભક્તિ થાય ત્યારે એ ભક્તિથી જે દર્શનમોહ મંદ થાય એવું જે મોક્ષમાર્ગનું રહસ્ય. પરમ સત્ પ્રત્યેના ઓળખાણપૂર્વકના બહુમાનને લઈને જે દર્શનમોહનો અનુભાગ ઘટે અને જે પારમાર્થિક લાભ થાય ત્યારે એને રહસ્યભક્તિની પ્રાપ્તિ થઈ એમ કહેવાય.
મુમુક્ષ:- નિષ્કામભકિતથી આગળ જવાની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી – આગળની વાત છે. “શ્રીમદ્જીએ એક જગ્યાએ એને રહસ્યભક્તિ કહી છે. સોભાગભાઈને લખ્યું છે કે, તમે તો નિષ્કામ ભક્તિવાન છો એટલું જ નહિ પણ તમને રહસ્યભક્તિની પણ પ્રાપ્તિ થઈ છે. પછી કાં આગળ ચાલતા નથી ? એ તો પુરુષાર્થની પ્રેરણા કરે છે ને ! પછી કેમ આગળ ચાલતા નથી?
મુમુક્ષુ:- રહસ્યભક્તિમાં શું આવે? પૂજ્ય ભાઈશ્રી :- રહસ્યભક્તિમાં દર્શનમોહ મંદ થાય અને જ્ઞાનમાં ઓળખાણ આવે. સત્પરુષની, સધર્મની ઓળખાણ આવે અને દેવ-ગુરુશાસ્ત્રની પણ ઓળખાણ આવે. એ જીવ ઓળખાણ આવવાથી પુરુષાર્થતંત પણ થાય. એ રહસ્યભક્તિનું ફળ છે કે એને પુરુષાર્થની પ્રાપ્તિ થાય. નહિતર પુરુષાર્થ ન ઉપડે. ઘૂંટ્યા કરે. ઓઘભક્તિએ, નિષ્કામભક્તિએ એની એ વાત ઘૂંટ્યા કરે. પણ પુરુષાર્થ ન ઊપડે. એને એમ લાગ્યું છે કે, ભાઈ ! આ બરાબર છે માટે આ જ આપણે રાખવું. બીજું બદલવું નહિ. તો એના એ શાસ્ત્રો, એનો એ સત્સંગ. એ બધું રાખ્યા કરે. પણ પુરુષાર્થ ન ઊપડે. એને પોતાને ખ્યાલ આવે કે પુરુષાર્થ નથી ઊપડતો, કરવું શું? પુરુષાર્થ નથી ઊપડતો. પણ ઓઘસંજ્ઞામાંથી બહાર નીકળતો નથી. મૂળ એ વાત છે.
બીજું, નિષ્કામભક્તિ છે એની પરીક્ષા ક્યારે થાય ? ચર્ચા નીકળી છે તો વિશેષ વિચારીએ. સામાન્યપણે જીવનમાં કોઈ નવી સમસ્યા ન ઊભી