________________
૮૨
રાજહૃદય ભાગ-૧૪ જાય. કેવળ બ્રહ્મમય સ્થિતિ થઈ જાય એવા જ્ઞાનને કેવળજ્ઞાન લીધું છે. એમાં લોકાલોકપ્રકાશકપણે ત્યાં નથી. અને જૈનદર્શનમાં એ વાત હોવા છતાં અત્યારે એટલી તિરોભૂત થઈ ગઈ છે કે લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન. એટલું જ કેવળજ્ઞાન ત્યે છે. ઓલો નિશ્ચય છે અને ઓલો વ્યવહાર છે. તો કહે છે, વ્યવહારે ના પાડી છે, નિશ્ચયે હા પાડી છે. ઠીક છે. ઊંડા ઉતરતા એ વાત કાંઈક ઠીક લાગે છે. વિશેષપણે વિચારતા એ વાત વિશેષ વિચારથી ઠીક લાગે છે. એટલે માટે વિશેષ વિચાર લીધો છે કે જૈનમાં પણ એ વાત છે પણ એ વિશેષ વિચારની છે.
એમનું વજન પણ એ જ છે કે, કેવળજ્ઞાનમાં લોકાલોકની વાત મુખ્ય નહિ કરવી. અત્યારે જે લોકાલોક પ્રકાશકપણે કેવળજ્ઞાનની એ વાત જે મુખ્ય થઈ ગઈ છે એ વાતને મુખ્ય નહિ કરવી. લોકાલોકને જાણવામાં કોઈ પારમાર્થિક સિદ્ધિ નથી. પણ આત્મામાં લીન થવામાં પારમાર્થિક સિદ્ધિ છે. એટલે એ પડખાં ઉપર એમનું વજન છે. લોકાલોક ઉપર એમનું વજન નથી. એટલે એમણે કેવળજ્ઞાનની પરિભાષા “આત્મસિદ્ધિ હવે પછી જે લખશે એમાં એ વિષય લીધો છે. કેવળજ્ઞાન કોને કહીએ ? કે કેવળ આત્મસ્વરૂપનું જેને જ્ઞાન વર્તે તેને. ઓલી લોકાલોકની વાત ન લીધી.
એટલે હવે પ્રશ્ન વધારે સમજાશે. જેવો કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં જિનાગમથી વર્તમાન જૈનસમૂહને વિષે ચાલે છે, તેવો જ તેનો અર્થ તમને યથાર્થ ભાસે છે કે કંઈ બીજો અર્થ ભાસે છે એટલે સ્વરૂપલીનતાનો અર્થ પણ ભાસે છે? એક વાત).
બીજો પ્રશ્ન સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમનો હાલ રૂઢિઅર્થ છે.” આ રૂઢિ અર્થ છે. એમાં પણ કાંઈ બધા સમજતા નથી. — એવી નિર્મળતા હોય... લોકાલોકને ઉપયોગ લંબાવીને. એવો રૂઢિ અર્થ છે. બીજા દર્શનમાં એવો મુખ્યાર્થ નથી....... વેદાતમાં એવી વાત મુખ્યપણે લીધી નથી. અને જિનાગમથી તેવો મુખ્યર્થ લોકોમાં હાલ પ્રચલિત છે. તે જ કેવળજ્ઞાનનો અર્થ હોય તો તેમાં કેટલોક વિરોધ દેખાય છે.” એટલો જ માત્ર મર્યાદિત અર્થ કરવામાં આવે તો એમાં ઘણો વિરોધ આવે. એ કેવી રીતે વિરોધ આવે એ જરા વિશેષ વિચારવાનો વિષય છે. વિશેષ લઈશું...