________________
૪૦૮
રાજહૃદય ભાગ-૧૪
પ્રિયતા હોય છે. એટલે થોડું પણ ઘણું કરીને ૨જુ કરે છે. મા-બાપને ખબર નથી કે એ છોકરાને અંદરથી કેવો અવગુણ પાંગરશે. એના વખાણ કરવા જતાં એનામાં અવગુણની શરૂઆત થશે અને એ અવગુણ પાછો વધી જશે, વૃદ્ધિગત થઈ જશે એની ન તો એને ખબર હોય છે કે ન તો માબાપને ખબર હોય છે. એવી પરિસ્થિતિમાં જીવન આગળ વધે છે. પછી એમ કહીએ કે આપણે બહુ મહેનત કરીએ છીએ પણ મટતું નથી. બહુ મહેનત કરીએ છીએ પણ મટતું નથી. પણ અસર જાય ક્યાંથી ? ઝેરની કેટલી અસ૨ ચડેલી છે અને કેટલું ઝેર પીધું છે એનું માપ નથી રાખ્યું. પછી નીકળતા સમય લાગે છે, પરિશ્રમ પડે છે. એવું જીવને લાગે છે. તો એ પછી સ્વભાવિક જ છે કે એને નીકળતા વાર લાગે છે.
એ પ્રગટ કાળફૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી.... એમાં શંકા કરીશ નહિ, એમ કહે છે. અને સંશય થાય,...' કે ના, ના મને વાંધો નથી તો તે સંશય માનવો નથી;...' એવો બીજો નિર્ણય કરજે. સંશય કરીશ નહિ અને સંશય થાય તો એ સંશય માનવો નથી, માન્ય કરવો નથી એવો બીજો નિર્ણય કરી લેજે તું. આ કેવી રીતે કાઢે છે ? એક વખત હાથ ધોયા, આ બીજી વખત હાથ ધોવાની વાત છે. તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે.........' સંશયને સ્વીકારવો નથી અને એવો સંશય થાય તો એ ઘોર અજ્ઞાન છે એમ જ સ્વીકારવું છે. એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય,...' અભિમાન થાય એના પ્રત્યે તીવ્ર ખારાશ કરી મૂકી હોય. તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી.’ તો એ અહંભાવ જોર ન કરી શકે.
વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે,...' જુઓ ! એમણે વાતને ક્યાં સુધી ખેંચી છે ! એક વિષયમાં કેટલે ઊંડે ગયા છે ! એવો અહંભાવ રોકે. આવી રીતે રોકવાનો પ્રયત્ન કરે કે આપણે એકદમ નમ્રતામાં આવી જવું, એકદમ વિનમ્રપણે રહી જવું. શ્રીગુરુનું નામ લઈને નમ્ર થઈ જવું. તો કહે છે, એ નિરહંભાવનો પાછો અહંભાવ થાય. આપણે તો નરમ, આપણે કયાંય અહં ન કરીએ. આપણે તો ન૨મ જ રહીએ, આપણે તો નમ્રતા જ રાખવાવાળા, નમ્રતાનો મોહ આવી જાય. જુઓ ! પ્રકૃતિ છેતરે છે કેવી રીતે ! ત્યાગ કરે