________________
૧૬૬
રાજહૃદય ભાગ-૧૪ દેખાતા નથી એમ કહેવું છે. પણ છતાં એની જાહેરાત એ કોઈ વિશેષ પ્રસિદ્ધ થાય તો વિશેષ સમાધાન આપી શકીએ. એમ કરીને એ પરમાણુની સૂક્ષ્મતા અને વર્તમાન વિજ્ઞાનની શોધ સંબંધીનો ખુલાસો છે.
એમાંથી એટલું તારવી શકવા યોગ્ય છે કે કોઈપણ ભૌતિક વિજ્ઞાનના વૈજ્ઞાનિકો હોય, અત્યારે જે ભૌતિક વિજ્ઞાન ચાલે છે એના વૈજ્ઞાનિકો કોઈ વાત કરે અને એ શોધ જૈનદર્શનના આગમ જે છે એ આગમના અભિપ્રાયથી જુદી ફેરફારવાળી લાગે તો કોને સ્વીકારવી અને કોને ન સ્વીકારવી ? તો સામાન્ય બુદ્ધિવાળા માણસો વર્તમાન વિજ્ઞાનને સ્વીકારે છે. એટલા માટે કે વર્તમાન વિજ્ઞાનમાં અનેક ભૌતિક સિદ્ધિઓનો અનુભવ થઈ શકે છે. એનો ભોગવટો થાય છે અને એની ખાતરી થાય છે કે આ વિજ્ઞાનીઓએ સાચી શોધ કરી છે અને સાચું બોલે છે. ખોટું બોલતા નથી. પણ એ જ વિજ્ઞાનિકોએ ઘણી શોધ કર્યા પછી પોતાના અભિપ્રાયો બદલ્યા હોવાનું પણ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે કે અમે જે આમ કહ્યું હતું તે એમ નથી પણ આમ છે.
જેમકે અત્યાર સુધી એમ કહેતા હતા કે પૃથ્વી ફરે છે અને ચંદ્રસૂરજ સ્થિર છે. હવે એમ કહે છે કે પૃથ્વી સ્થિર છે અને ચંદ્ર-સૂરજ ફરે છે. તો કેટલીક પેઢીઓ સુધી લોકો ભુગોળ ભણી ગયા કે પૃથ્વી ફરે છે અને એની ધરી ઉપર ફરે છે. ચંદ્ર-સૂરજ તો ત્યાંને ત્યાં જગ્યાએ રહે છે. હવે ના પાડે છે. પૃથ્વી સ્થિર છે, ચંદ્ર અને સૂરજનું ગમન છે. એટલે પોતે પોતાને જ્યારે એમ વિશેષ જણાય ત્યારે એ પોતાના અભિપ્રાયને બદલે છે. અને જ્યારે પોતાની કોઈ શોધ વિષેનો અભિપ્રાય પ્રસિદ્ધ કરે છે ત્યારે પણ એ મર્યાદા બાંધે છે કે આ અમારી શોધનો અંતિમ તબક્કો નથી. Full & nિal statement નથી એમ કહે છે. હજી પણ કાંઈક બીજું. અમને શોધવામાં આવે તો અમે આ વાતને બદલીશું, ફેરફાર કરીશું. એટલી પહેલેથી જ એ લોકો જગ્યા રાખી અને પોતાના શોધખોળની જાહેરાત કરે છે. એવી અધૂરી કે અલ્પજ્ઞપણાની જાહેરાતને સ્વીકારી લેવી કે જે સર્વજ્ઞ અનુસાર, કેવળજ્ઞાન અનુસાર આગમની પરંપરામાં જે કાંઈક વિધાનો આવ્યા છે એ વિધાનને સ્વીકારવા?
એ બંનેની તુલના એ રીતે કરી શકાય કે જે કહેનાર નિર્દોષ છે અને