________________
૧૭૮
રાજહૃદય ભાગ-૧૪ જોવામાં આવે છે...” ધર્મના ક્ષેત્રમાં ઘણા જીવો છે. પણ બધા રૂઢિમાં આવી જતા હોય એવું જોવામાં આવે છે. જ્યાં જે જાય છે, ભળે છે એ રૂઢિમાં આવી જાય છે. તે જ પ્રાયે જોવામાં આવે છે. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. અને મૃત્યુ સમીપ આવે ત્યારે એ પરિણામોનું પ્રબળપણું જોવામાં આવે છે. “એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર, વિચારવાન પુરુષ છોડી દઈ...” પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. એટલે રૂઢિમાં પરિણતિ થઈ જાય અને રૂઢિગતપણે જવાને બદલે પોતે મૃત્યુની સમીપ આવતો જાય છે, આયુષ્ય વ્યતીત થતું જાય છે, ગમે ત્યારે પૂરું થઈ શકવા યોગ્ય છે એમ જાણીને પ્રથમથી જ જાગૃત થઈ જાય છે.
‘તમે પોતે...... હવે એમને સંબોધીને કહે છે. “અનુપચંદભાઈને સંબોધીને કહે છે. નસીબદાર જીવો છે. પત્રમાં સીધું સંબોધન કરે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિનિષેધાગ્રહ વિસર્જનવત્ કરી દઈ...” તમારે શું કિરવું? બાહ્યક્રિયાનો આગ્રહ છોડી દ્યો. બાહ્ય સંપ્રદાયની અંદર ક્રિયાકાંડી હશે એમ લાગે છે. ઘણા ક્રિયાકાંડમાં પડેલા હશે. એટલે કહે છે), તમે બાહ્યક્રિયાનો વિધિ કે નિષેધમાં આમ લેવું જોઈએ, આમ ન લેવું જોઈએ, આ ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, આમ પાળવું જોઈએ આમ ન પાળવું જોઈએ. વિધિ અને નિષેધ. એનો આગ્રહ વિસર્જનવત્ કરી દઈને (અર્થાત) ભૂલી જઈને.
અથવા તેમાં અંતરપરિણામે ઉદાસીન થઈ... એ દિશામાં તમે હવે ઉદાસીન થઈ જાવ. દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ” શરીરનો પણ વિક્ષેપ છોડી દ્યો અને શરીરના સંબધી એટલે કુટુંબીઓ. “દેહ અને તેના સંબધી સંબંધ.. એટલે કુટુંબીનો સંબંધ. એનો પણ “વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે.' યથાર્થ આત્મભાવ. જેવું મૂળ સ્વરૂપ છે એવો જે ભાવ. એને યથાર્થ આત્મભાવ કહો અથવા મૂળ સ્વભાવભાવ કહો. એનો વિચાર કરવાનું લક્ષગત કરો.” એને ઓળખવાનું, એનો પરિચય કરવાનું, એ બાજુ વળવાનો, એ પ્રયત્ન કરો તો તે જ સાર્થક છે.