________________
રાજહૃદય ભાગ-૧૪ શ્રી લલ્લુજી પ્રત્યે તે વ્રત પ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી.” ખુશીથી એમની પાસે વ્રત ગ્રહણ કરી લેજો. એમની પાસે શું કરવા વ્રત ગ્રહણ કરાવે છે ? કે પોતે ગૃહસ્થ અવસ્થામાં છે અને પેલા ત્યાગીની અવસ્થામાં છે એટલે એની પાસે વ્રત ગ્રહણ કરવાનું કહે છે. મારી પાસે કરશો એમ નથી કહેતા. જુઓ ! કેટલો વિવેક રાખ્યો છે !
“શ્રી માણેકચંદે લખેલો કાગળ મળ્યો છે. સુંદરલાલના દેહત્યાગ સંબંધી ખેદ જણાવી તે ઉપરથી સંસારનું અશરણાદિપણું લખ્યું તે યથાર્થ છે.” કોણે ? આ “છોટાલાલભાઈએ પણ પત્રમાં લખ્યું છે કે અરે..રે...! આ સુંદરલાલભાઈ યુવાન ઉંમરમાં ચાલ્યા ગયા અને સંસારનું અશરણપણે નજર સામે જોવા મળ્યું છે. તે યથાર્થ છે; તેવી પરિણતિ અખંડ વર્તે.” કેવી ? જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે વૈરાગ્ય પાછો નાશ ન પામે, એ વૈરાગ્યની પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; તો જ પોતાના સ્વરૂપજ્ઞાનને એ પામે. સ્વ એટલે પોતાના સ્વરૂપજ્ઞાનને પામે.
વૈરાગ્ય ન હોય અને કોઈ સ્વરૂપજ્ઞાનને પામે એ વાતમાં કાંઈ માલ નથી. કેમકે એક તો અનાદિથી જીવનું એકત્વબુદ્ધિરૂપ પરિણમન છે અને બીજું એના ઉપર એ એકત્વબુદ્ધિને છોડવા ન દે, એને તાળામાં Pack કરીને રાખે એવી આસક્તિ બીજી એના ઉપર બેઠી હોય. આપણે એમ કહીએ કે, ભાઈ ! આ કબાટને અંદર લોકર છે એ તો બંધ કરેલું છે અને એના ઉપર કબાટને પણ ચાવી મારેલી છે. એમ બે જગ્યાએ Pack કરેલી વાત છે. એકત્વબુદ્ધિથી પણ સંબંધ છે અને એના ઉપર પાછો આસક્તિનો પણ બીજો સંબંધ રાખ્યો છે. એટલે કોઈ રીતે જીવને સ્વરૂપજ્ઞાન થાય એ તો બની શકે નહિ. એ બેય તોડવા પડે.
જો એ વૈરાગ્યની પરિણતિ અખંડ વર્તે તો જ જીવ ઉત્કૃષ્ટ વૈરાગ્યને પામી સ્વસ્વરૂપ જ્ઞાનને પામે; ક્યારેક કયારેક કોઈ નિમિત્તથી તેવા પરિણામ થાય છે, પણ તેને વિબહેતુ એવા સંગ તથા પ્રસંગને વિષે જીવનો વાસ હોવાથી તે પરિણામ અખંડ રહેતા નથી.... ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તથી એટલે આવા મૃત્યુપ્રસંગથી એવા વૈરાગ્યના પરિણામ, પરમાર્થ માર્ગે જવાના પરિણામ જીવોને થાય છે. પણ પાછા એ પરિણામમાં