________________
૨૧૬
રાજહૃદય ભાગ-૧૪
તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું...’ કેવી વાત કરી ? મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવક૨વા જેવું થાય.’ એટલે વિવેક વગરનો જીવ છે એમ ટૂંકામાં કહી દીધું. એમાં કાંઈ વિવેક રહ્યો નથી. એ પોતે મોક્ષનું સાધન કરી શકે એ છોડી દેવું. પોતે પશુમાં જવાના પરિણામ કરવા અને બીજાને મનુષ્યપણું પ્રાપ્ત થશે. હવે એ પ્રાપ્ત કરીને શું કરશે એ તને ખબર નથી. પિરવારમાં વૃદ્ધિ થયા પછી એ પરિવાર કયા રસ્તે જાશે એ તને કાંઈ ખબર નથી. અને તારું તો તેં પહેલા બગાડ્યું. કહે છે, એ વાત કોઈ વિવેકવાળી નથી. એ સરાસર અવિવેકવાળી વાત છે.
મુમુક્ષુ :- પશુ કહી દીધા.
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ પશુવત્ વાત છે એટલે વિવેક વગરની વાત છે એ તો.
ઇંદ્રિયાદિ શાંત થયા નથી...' પાંચ ઇંદ્રિયોના પરિણામો છે એ હજી શાંત થયા નથી. જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને યોગ્ય નથી....' શું કીધું ? જ્ઞાનીપુરુષની દૃષ્ટિમાં હજી તેને ત્યાગ કરવાની લાયકાત નથી. એવા કોઈ મંદ કે મોહવૈરાગ્યવાન જીવને...' મંદ વૈરાગ્યવાન હોય કે મોહગર્ભિત વૈરાગ્ય હોય કે દુઃખગર્ભિત વૈરાગ્ય હોય, માનગર્ભિત વૈરાગ્ય હોય, લોભગર્ભિત વૈરાગ્ય હોય. તેવા જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી.' એવી રીતે જિનસિદ્ધાંતમાં ત્યાગનો ઉપદેશ આપ્યો નથી. જિનસિદ્ધાંતમાં તો યોગ્યતા જોઈને શ્રીગુરુ એને ત્યાગ આપે છે. યોગ્યતા જોયા વગર ત્યાગ આપે તો એ પોતે બગડે અને માર્ગને પણ બગાડે. પોતે બગડે અને બીજાને પણ બગાડે એ તો. અને એ અત્યારે પ્રત્યક્ષ જોવામાં આવે છે. અત્યારે તમે સાધુ સમાજ જુઓ, ત્યાગીઓના સમાજ જુઓ. શું પરિસ્થિતિ છે ? એકદમ દયાજનક પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :– પથ્થરની નાવ જેવો, પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. પૂજ્ય ભાઈશ્રી :– હા, એ તો એમ જ થાય. પોતે તો બગડે પણ બીજાને પણ એ બગડવામાં જ નિમિત્ત થાય.
એટલે એવી રીતે જૈનસિદ્ધાંતમાં કદિ પણ ત્યાગ આપવાનો ઉપદેશ