________________
૭૮
રાજહૃદય ભાગ-૧૪
તેમાં ઉપયોગ દઈને જાણે છે એમ નથી, સહજસ્વભાવે જ તેમનામાં પદાર્થ પ્રતિભાસ્યા કરે છે; માટે આહારાદિમાં ઉપયોગ વર્તતા સહજસ્વભાવે પ્રતિભાસિત એવા કેવળજ્ઞાનનું હોવાપણું યથાર્થ છે, તો ત્યાં પ્રશ્ન થવા યોગ્ય છે કે : આરસીને વિષે પ્રતિભાસિત પદાર્થનું જ્ઞાન આરસીને નથી, અને અત્રે તો કેવળજ્ઞાનીને તેનું જ્ઞાન છે એમ કહ્યું છે, અને ઉપયોગ સિવાય આત્માનું બીજું એવું કર્યું સ્વરૂપ છે કે આહારાદિમાં ઉપયોગ પ્રવર્તો હોય ત્યારે કેવળજ્ઞાનમાં થવા યોગ્ય શેય આત્મા તેથી જાણે ?”
સર્વ દેશકાળાદિનું જ્ઞાન કેવળીને હોય તે કેવળી સિદ્ધ’ને કહીએ તો સંભવિત થવા યોગ્ય ગણાય; કેમકે તેને યોગધારીપણું કહ્યું નથી. આમાં પણ પ્રશ્ન થવા યોગ્ય છે, તથાપિ યોગધારીની અપેક્ષાથી સિદ્ધને વિષે તેવા કેવળજ્ઞાનની માન્યતા હોય, તો યોગરહિતપણું હોવાથી તેમાં સંભવી શકે છે, એટલું પ્રતિપાદન કરવાને અર્થે લખ્યું છે, સિદ્ધને તેવું જ્ઞાન હોય જ એવો અર્થ પ્રતિપાદન કરવાને લખ્યું નથી. જોકે જિનાગમના રૂઢિઅર્થ પ્રમાણે જોતાં તો દેહધારી કેવળી” અને સિદ્ધને વિષે કેવળજ્ઞાનનો ભેદ થતો નથી; બેયને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય એમ રૂઢિઅર્થ છે. બીજી અપેક્ષાથી જિનાગમ જોતાં જુદી રીતે દેખાય છે. જિનાગમમાં આ પ્રમાણે પાઠાર્થો જોવામાં આવે છે ઃ–
“કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :– સયોગી ભવસ્થ કેવળજ્ઞાન”, “અયોગી ભવસ્થ કેવળજ્ઞાન’. સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :– પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન.’