________________
પત્રાંક-૬૯૭.
૧૨૭ અંતરમાં ઉતરવા માટેની એમની ધીરજ. ક્યાંય આકરા ઉતાવળા થઈને કોઈ અછડતો રસ્તો લેતા નથી. અને અહો ! જ્ઞાની પુરુષનો “ઉપશમ !” એમની જે શાંતતા છે એ પણ આશ્ચર્યકારક છે. “અહો ! અહો ! વારંવાર અહો !' આમ કરીને પોતે જ એ પૂર્વના જ્ઞાની પુરુષોને, વર્તમાનના જ્ઞાની પુરુષોને, ભવિષ્યના જ્ઞાની પુરુષોને અહીંયાં બહુમાન આટલું કર્યું છે. (અહીં સુધી રાખીએ...)
- પરિભ્રમણની વેદનાપૂર્વક યથાર્થ વૈરાગ્ય અને સંસારથી છૂટવાના પરિણામ થાય છે. પરંતુ બહુભાગ ધર્મપ્રેમી જીવોને તે વેદના દર્શનમોહના પ્રાબલ્યને લીધે આવતી નથી અને નથી આવતી તે એક સમસ્યા થઈ પડે. છે. ત્યારે કેમ આગળ વધવું ? તેની મુંઝવણ થાય છે. વ્યક્તિગત રીતે, ઉપરોક્ત, ક્રમપ્રવેશ થયાં પહેલા, એટલે પરિભ્રમણની ચિંતના આવ્યા પહેલાં આમ જ કરવું એવો કોઈ નિયમ નથી પરંતુ જેમ દર્શનમોહ (મિથ્યાત્વ) મોળો પડે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. તે પ્રવૃત્તિમાં સત્સંગ, સ્વાધ્યાય, સુવિચારણા, આત્મભાવના, પ્રતિકુળ ઉદયમાં ભિન્નપણાનો. પ્રયોગ, અવલોકનનો વારંવાર પ્રયોગ, જ્ઞાનીપુરુષની ભક્તિ, આદિ દર્શનમોહ પાતળો પડે, પરમાં પોતાપણું, મોળું પડે, તેના પરિણામો થવા ઘટે અને તે દરમ્યાન ક્રમથી આગળ વધવાનો અભિપ્રાય રાખવો જોઈએ. ઉપરોક્ત પ્રવૃત્તિ અને પરિણામોમાં જેને જે પ્રકારથી આત્મ કલ્યાણની ભાવના વૃદિગત થાય, તે પસંદ કરવું જોઈએ. અને
અનુભવ સંજીવની-૧૬૫)
સામાં