________________
પત્રક-૬૯૯
૧૪૧
પત્રાંક-૬૯૯
મુંબઈ, શ્રાવણ, ૧૯૫૨ પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે -
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. અસ્તિકાય એટલે પ્રદેશસમૂહાત્મક વસ્તુ. એક પરમાણુ પ્રમાણે અમૂર્ત વસ્તુના ભાગને પ્રદેશ’ એવી સંજ્ઞા છે. અનેક પ્રદેશાત્મક જે વસ્તુ હોય તે “અસ્તિકાય' કહેવાય. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પુદ્ગલ પરમાણુ જો કે એકપ્રદેશાત્મક છે, પણ બે પરમાણુથી માંડીને અસંખ્યાત, અનંત પરમાણુઓ એકત્ર થઈ શકે છે. એમ અરસપરસ મળવાની શક્તિ તેમાં રહેલી હોવાથી અનેક પ્રદેશાત્મકપણું તે પામી શકે છે, જેથી તે પણ અસ્તિકાય કહેવા યોગ્ય છે. ધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશ પ્રમાણે, અધર્મદ્રવ્ય અસંખ્યાતપ્રદેશપ્રમાણ, ‘આકાશદ્રવ્ય અનંતપ્રદેશપ્રમાણ હોવાથી તે પણ “અસ્તિકાય છે. એમ પાંચ અસ્તિકાય છે. જે પાંચ અસ્તિકાયના એકમેકાત્મકપણાથી આ લોકની ઉત્પત્તિ છે, અર્થાત્ “લોક એ પાંચ અસ્તિકાયમય છે.
પ્રત્યેકેપ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે જીવો અનંત છે. એક પરમાણુ એવા અનંત પરમાણુઓ છે. બે પરમાણુઓ એકત્ર મળેલા એવા દ્વિઅણુકન્કંધ અનંતા છે. એમ ત્રણ પરમાણુઓ એકત્ર મળેલા એવા ત્રિઅણુકર્કંધ અનંતા છે. ચાર પરમાણુઓ એકત્ર મળેલા એવા ચતુ અણુકન્કંધ અનંતા છે. પાંચ પરમાણુઓ એકત્ર મળેલા એવા પંચાણુકર્કંધ અનંતા છે. એમ છ પરમાણુ, સાત પરમાણુ, આઠ પરમાણું, નવ પરમાણુ, દશ પરમાણુ એકત્ર મળેલા એવા અનંતા સ્કંધ છે. તેમ જ અગિયાર પરમાણુ યાવતુ સો પરમાણુ, સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ તથા અનંત પરમાણુ મળેલા એવા અનંતા સ્કંધ છે.