________________
૧૩૨
રાજહૃદય ભાગ-૧૪ વર્તી ચૂક્યાપણે...” જાણે છે, દેખે છે અને ભાવિકાળને હવે પછી આમ વર્તશે એમ દેખે છે. નથી દેખતા એમ નથી. પણ વર્તી ગયા તે પર્યાયો આવા વર્યા હતા, હવે પછી ભવિષ્યમાં વર્તવાના છે તે આવા વર્તશે. અને જેમ વર્તમાનમાં વર્તતા હોય એમ વર્તમાનવતુ નહિ વર્તતા પર્યાયોને જાણે છે. પછી તે ભૂતકાળના હો કે તે ભવિષ્યકાળના હોય. પણ વર્તમાનવતું વર્તતા હોય અને જાણે એવા જ પ્રકારે જાણે છે. માટે એ જાણે છે એમ કહેવાય. નથી જાણતા એમ ન કહેવાય. અને જે વર્તમાન વર્તે છે તેને વર્તમાન વર્તે છે એમ જાણે. માટે જેમ છે તેમ જાણે છે. માટે નથી જાણતા એ પ્રશ્ન રહેતો નથી.
ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે, અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે...” ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે. જુઓ ! આ વાત બહુ ગૂઢ કરી છે. આ વાત ધવલ”ના ગ્રંથોમાં છે, (એક મુમુક્ષુએ) ચર્ચા ઉપાડી હતી. ભવિષ્યની અને ભૂતકાળની પર્યાયો દ્રવ્યને વિષે કેવી રીતે સત્તા ધરાવે છે ? અથવા “ટોડરમલજીએ કહ્યું કે અનાદિઅનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. અનાદિઅનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે એ કેવી રીતે કહ્યું? એ “શ્રીમદ્જીના શબ્દોમાં પણ આ રીતે નીકળે છે.
ભૂતકાળ દ્રવ્યને વિષે સમાઈ ગયો છે.” એટલે બધી પર્યાયો એમાં વિલિન થઈ ગઈ છે. “અને ભાવિકાળ સત્તાપણે રહ્યો છે,” ભાવિકાળનું અસ્તિત્વ છે. “બેમાંથી એક્કે વર્તવાપણે નથી....... વર્તમાન વર્તતા નથી. ભૂત અને ભવિષ્ય કાંઈ વર્તમાનમાં વર્તવાપણે નથી. માત્ર એક સમયરૂપ એવો વર્તમાનકાળ જ વર્તે છે;” જે વર્તે છે એ તો વર્તમાન એક સમય પૂરતો કાળ વર્તે છે. માટે સર્વજ્ઞને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે.” અથવા જેમ છે તેમ જ ભાસ્યમાન થાય છે. બીજી રીતે કાંઈ ભાસ્યમાન થતું નથી. માટે સર્વશને જ્ઞાનમાં પણ તે જ પ્રકારે ભાસ્યમાન થાય છે? હવે એના ઉપર દૃષ્ટાંત આપે છે કે કેવી રીતે?
“એક ઘડો હમણાં જોયો હોય... વર્તમાનમાં જોયો હોય. તે ત્યાર પછીને બીજે સમયે નાશ પામી ગયો.” હોય. ઘડો ફૂટી ગયો. ત્યારે ઘડપણે વિદ્યમાન નથી.” તે ઘડો કાંઈ ઘડાપણે વિદ્યમાન નથી. પણ જોનારને તે ઘડો જેવો હતો તેવો જ્ઞાનમાં ભાસ્યમાન થાય છે...” કે આ